બુધવારે શેરબજાર નબળું ખુલ્યું. બજારના મુખ્ય ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE સેન્સેક્સ 100 પોઈન્ટના ઘટાડા બાદ 67100 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 20 પોઈન્ટ ઘટીને 19,977 પર ટ્રેડ થઈ રહ્યો છે. બજારના ઘટાડામાં IT અને બેન્કિંગ શેરો સૌથી આગળ છે. એચસીએલ ટેકના શેર નિફ્ટીમાં ટોપ લુઝર છે, જ્યારે ડો રેડ્ડીઝ અને બીપીસીએલના શેર વધી રહ્યા છે. અગાઉ મંગળવારે BSE સેન્સેક્સ 94 અંક વધીને 67,221 પર બંધ થયો હતો.
