Science Museum Gallery અદાણી એનર્જી સોલ્યુશનના શિરમોર યોગદાન સાથે લંડનમાં આબોહવા પરિવર્તનની અસરોને મર્યાદિત કરવા જરૂરી તત્કાળ ઊર્જા સંક્રમણની શોધ કરતી મોટી નવી સાયન્સ મ્યુઝિયમ ગેલેરીનો ઉઘાડ
ઉર્જા ક્રાંતિ: અદાણી ગ્રીન એનર્જી ગેલેરી આબોહવા પરિવર્તનને મર્યાદિત કરવા વૈશ્વિક સ્તરે આવશ્યક એવા ઝડપી ઉર્જા સંક્રમણ અને ડીકાર્બોનાઇઝેશનની છાનબિન કરે છે.વિશ્વ કેવી રીતે વધુ ટકાઉ ઊર્જા પેદા કરીને તેનો ઉપયોગ કરી શકે તે દર્શાવે છે, યુકે અને વિદેશની તકનીકો અને પ્રકલ્પો પર પ્રકાશ પાડે છેઆપણે કેવી રીતે ઓછા કાર્બનના વિશ્વ તરફ ગતિ કરી શકીએ છીએ તે સંદર્ભેની ઐતિહાસિક અને સમકાલીન વસ્તુઓ અને પ્રદર્શનો દર્શાવે છે ભૂતકાળના ઉર્જા સંક્રમણો અને ચિંતકોએ જોયેલા ઉર્જા સંક્રમણ ઘટાડવા શું શક્ય છે તેવા સપનાઓને પ્રતિબિંબિત કરવા મુલાકાતીઓને પ્રોત્સાહિત કરે છે.
ચાલુ દાયકામાં વિશ્વભરમાં ઉર્જા ક્ષેત્રે થયેલી ક્રાંતિના મંડાણમાં ખાસ કરીને આબોહવા ૫રીવર્તનની ખતરનાક અસરોને ઘટાડવાની દીશામાં મહત્વનો દિશા નિર્દેશ કરી શકવામાં સહાયરુપ નિવડે તેવી ધ અદાણી ગ્રીન એનર્જી સાયન્સ મ્યુઝિયમ ગેલેરી લંડનમાં આજે ખુલ્લી મુકવામાં આવી છે. ઉર્જાની ક્રાંતિના કમાડને ખોલતી આ એક નવી મોટી ફ્રી ગેલેરી છે જે પડકારજનક આબોહવા
પરિવર્તનની નકારાત્મક અસરોને મર્યાદિત કરવા માટે વિશ્વ કેવી રીતે તત્કાળ ડીકાર્બોનાઇઝ કરવા માટે વધુ ટકાઉ ઊર્જા ઉત્પન્ન કરી શકે અને તેનો ઉપયોગ કરી શકે તેનું અન્વેષણ કરવા સક્ષમ બનશે.
યુકે અને વિદેશમાંથી સમકાલીન અને ઐતિહાસિક વસ્તુઓના આકર્ષક પ્રદર્શનો, ઇન્ટરેક્ટિવ ડિજિટલ પ્રદર્શનો અને ખાસ કમિશન્ડ કરવામાં આવેલા મોડલ્સ દ્વારા,આ ગેલેરી સમૃધ્ધ કરવામાં આવી છે. આ માનવીય કલ્પના અને નવીન અખતરાઓના દસ્તાવેજી સામગ્રી અને અદ્યતન ટેકનોલોજીના મિશ્રણ મારફત ભૂત,વર્તમાન અને ભાવિ દ્વારા આપણા ઉર્જા ભવિષ્યનું ઘડતર કેવી રીતે નક્કી કરવામાં આવે છે અને આપણે સહુએ કેવી ભૂમિકા ભજવવી છે તેનું અન્વેષણ કરી દીશા સૂચન કરે છે.
ઉર્જા ક્રાંતિ અંતર્ગત અદાણી ગ્રીન એનર્જી ગેલેરી કલ્પનાના લેન્સ થકી ત્રણ વિભાગોમાં આ સદીના નિર્ધારિત પડકારની તપાસ કરે છે. આપણા ગ્રહને સમજવા માટે કોમ્પ્યુટર-આધારિત જટિલ મોડલનો વૈજ્ઞાનિકો કેવી રીતે ઉપયોગ કરે છે અને આબોહવાની ભવિષ્યની શ્રેણી વિશે તેઓ શું ભાવિ ભાખે છે તેનું મુલાકાતીઓ ફ્યુચર પ્લેનેટમાં અન્વેષણ કરી શકે છે ફ્યુચર એનર્જીમાં ટેક્નોલોજીઓ અને તેમની પાછળ મગજ દોડાવનાર લોકો ઉર્જાનો પુરવઠો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેની પુનઃકલ્પના કરી રહ્યાં છે તે વિચાર ઐતિહાસિક કલાકૃતિઓ સાથે અહીં પ્રકાશિત કરવામાં આવ્યો છે જે અશ્મિભૂત ઇંધણથી દૂર સંક્રમણનો લાંબો દૃષ્ટિકોણ પ્રદાન કરે છેએક નવી દુનિયા તરફ મીટ માંડી બેસેલું આપણા ભવિષ્યનું સપનું અહીં કાલ્પનિક રીતે ખડું કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વ કેવી રીતે તેની ભાવિ ઉર્જા જરૂરિયાતોને પૂરી કરશે તેના નિષ્ણાત પ્રતિભાવો સાથે બાળકોના સર્જનાત્મક વિચારો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
ટેક્નોલોજીકલ પરિવર્તનને પ્રેરિત કરવાની પ્રકૃતિની શક્તિને દર્શાવતું એક મૂવિંગ સ્કલ્પચર ઓન્લી બ્રીધ ગેલેરીની મધ્યમાં છે, કેન્દ્રમાંથી બહારની તરફ પ્રસારિત થતી પ્લિન્થ છે જે અણુ, હાઇડ્રોજન અને સૌરથી પવન અને ટાઇડલ પાવર સુધીના સંક્રમણ માટે મહત્વપૂર્ણ એવી ઓછી કાર્બન નવીનીકરણીય ઉર્જા તકનીકો પ્રદર્શિત કરે છે, કેટલો મોટો ફેરફાર શક્ય છે તેની પ્રતીતી કરાવતી નોંધપાત્ર ઐતિહાસિક નવીનતાઓ અને પહેલાથી જ અસ્તિત્વમાં છે તેવા કાર્બનને અનેક તકનીકો વડે જરૂરી લો-કાર્બન ઊર્જા સંક્રમણની વિગતો અહીં આવરી લેવામાં આવી છે. આ વિભાગની વસ્તુઓમાં સ્કોટિશ રિન્યુએબલ એનર્જી કંપની ઓર્બિટલ મરીન પાવર દ્વારા બનાવેલ 7 મીટર લાંબી ભરતી ટર્બાઇન બ્લેડ અને 1897માં લંડનવાસીઓ દ્વારા સ્વાગત કરાયેલ પ્રથમ ઇલેક્ટ્રિક ટેક્સી, બર્સી કેબનો સમાવેશ થાય છે.
વીજળીકરણ, ઉર્જા સંગ્રહ અને પુરવઠા તથા માંગના પડકારોનું પણ અન્વેષણ કરવામાં આવ્યું છે, મુલાકાતીઓના આકર્ષણ માટે ગેમ્સ રમવા માટે અહીં આવકારવામાં આવે છે અને ઊર્જા કેવી રીતે ઉત્પન્ન અને વિતરણ કરી શકાય તે માટે મોડેલોના ઉપયોગ મારફત સમજ આપવામાં આવે છે અહીં કાર્બનના ઓછા પરિવહન માટેના સંભવિત માર્ગો બતાવવામાં આવ્યા છે, તેમજ આપણી ઇમારતો અને બાંધકામ ઉદ્યોગોનું ડીકાર્બોનાઇઝેશન અને આબોહવા મોડેલિંગ વિશે શીખી શકે છે અને આબોહવા માપવા માટે વપરાતા સાધનો નિહાળી શકે છે.
એનર્જી રિવોલ્યુશનની ડિઝાઇન એવોર્ડ વિજેતા આર્કિટેક્ટ્સ Unknown Works દ્વારા કરવામાં આવી હતી. ટકાઉ ડિઝાઇનના મુખ્ય તત્વ સાયન્સ મ્યુઝિયમમાં ભૂતકાળના ઑબ્જેક્ટ સ્ટોરમાંથી બિનજરૂરી છાજલીઓનો પુનઃઉપયોગ કરવામાં આવ્યો છે. ગેલેરીના કાર્બન ફૂટપ્રિન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને શક્ય હોય ત્યાં રિસાયકલ કરી શકાય તેવા એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગેલેરીના નિર્માણ માટે ભારતની સૌથી મોટી રિન્યુએબલ કંપની અદાણી ગ્રીન એનર્જીએ શિરમોર ફાળો આપ્યો છે. અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સાગર અદાણીએ જણાવ્યું હતું કે, સાયન્સ મ્યુઝિયમે ઊર્જા સંક્રમણ પર વિશ્વની શ્રેષ્ઠ ક્યૂરેટેડ ગેલેરીને એકસાથે મૂકી છે. વિશ્વની સૌથી મોટી રીન્યુએબલ્ એનર્જી કંપનીઓમાંની એક તરીકે અમે નેટ ઝીરો તરફ પ્રગતિ કરવા માટે પ્રતિબદ્ધ છીએ તેમણે કહયું હતું કે આબોહવા પરિવર્તન સામેના યુધ્ધમાં શિક્ષણ કરતાં વધુ કોઈ મજબૂત શસ્ત્ર નથી.આ.ગેલેરીની સ્પોન્સરશિપ પાછળનો અમારો ઉદ્દેશ્ય યુવાન દિમાગ, વૈજ્ઞાનિકો અને સંશોધકોને સ્વચ્છ ઉર્જા દ્વારા સંચાલિત ભવિષ્યની કલ્પના કરવા અને કાર્બન-મુક્ત વિશ્વ બનાવવા માટે પ્રેરણા આપવાનો છે. આ તેઓની રુચિ, જિજ્ઞાસા અને જાગૃતિને ઢંઢોળવા અને સ્વચ્છ તકનીકોના નિર્માણમાં તેમની તરવરાટભરી ભાગીદારીને પ્રોત્સાહિત કરવા તરફનું પ્રથમ ચરણ છે.ઉર્જા કાર્યક્ષમતા, સ્વચ્છ ઉર્જા અપનાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા તરફના પ્રયાણને સક્ષમ કરવા આ ગેલેરી વૈશ્વિક સમુદાયને એકસાથે જોડે છે એમ સાગર અદાણીએ ઉમેર્યું હતું.
સાયન્સ મ્યુઝિયમ ગ્રૂપના ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ સર ઈયાન બ્લેચફોર્ડે જણાવ્યું હતું કે,એક સપ્તાહમાં અમે યુકેવાસીઓ દ્વારા મ્યુઝિયમની વિક્રમરુપ 2.25 મિલિયન મુલાકાતોની ઉજવણીનું જ્યારે ગૌરવ ગાન કરી રહ્યા છીએ ત્યારે આ અદભૂત ગેલેરીની ગાથાને પ્રજ્વલિત કરવા માટે વધુ તક આપે છે. આ મુલાકાતીઓમાં 10 લાખ બાળકોનો સમાવેશ થાય છે, વિશ્વને વધુ ટકાઉ ઊર્જા ઉત્પન્ન કરવા અને તેનો ઉપયોગ કરવાની તાત્કાલિક જરૂરિયાત વિશે મહત્વપૂર્ણ મસલત કરવા માટે આવનારા વર્ષમાં મુલાકાત લેનારા લોકોમાં જિજ્ઞાસા અને ઉત્સુકતા જગાવશે.અમારા ક્યુરેટર્સે એક પ્રેરણાદાયી અનુભૂતિનું સર્જન કર્યું છે, જે કલાકારોથી લઈને વિશાળ વસ્તુઓને સુરક્ષિત રીતે હસ્તગત, સંરક્ષણ અને પરિવહન સાથે સંકળાયેલા સેંકડો લોકો દ્વારા સમર્થિત છે, અમારા ઉદાર સ્પોન્સર અદાણી ગ્રીન એનર્જી તરફથી સાંપડેલા મહત્વપૂર્ણ ભંડોળના કારણે સ્વચ્છ ઉર્જા માટેના ઉપાયોનું ફલક વિસ્તારી શકાશે તેની ખાતરી છે એમ તેમણે કહયું હતું.