Gautam Adani: ગૌતમ અદાણી દેશના ઉડ્ડયન ક્ષેત્રને બદલવા જઈ રહ્યા છે
આજે, ભારતમાં એરપોર્ટ મેનેજમેન્ટમાં સૌથી મોટું નામ અદાણી ગ્રુપ છે, જે દેશના ઘણા મોટા એરપોર્ટનું સંચાલન સંભાળે છે. જેમાં અમદાવાદ, મુંબઈ, જયપુર અને ગુવાહાટી જેવા એરપોર્ટના નામ સામેલ છે. આવી સ્થિતિમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એવિએશન સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરવા વધુ પ્લાન બનાવી રહ્યા છે. બોમ્બાર્ડિયરના સીઈઓ એરિક માર્ટેલ સાથેની તેમની તાજેતરની મુલાકાત આ સંદર્ભમાં જોઈ શકાય છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તાજેતરમાં બોમ્બાર્ડિયરના સીઈઓ એરિક માર્ટેલ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં બંને કંપનીઓ વચ્ચે ભાગીદારીની શક્યતાઓ અંગે ચર્ચા થઈ છે.
શું છે ગૌતમ અદાણીનો પ્લાન?
અદાણી ગ્રુપ એવિએશન સેક્ટરની સાથે ડિફેન્સ સેક્ટરમાં પણ કામ કરે છે. કંપનીએ ભારતમાં ડ્રોનનું ઉત્પાદન પણ કર્યું છે. તેથી, બોમ્બાર્ડિયરના CEO સાથેની વાતચીત દરમિયાન, એરક્રાફ્ટ સેવાઓ, જાળવણી-રિપેર-ઓવરહોલ (MRO) અને સંરક્ષણ ક્ષેત્રોમાં સંભવિત ભાગીદારીની ચર્ચા કરવામાં આવી હતી.
બોમ્બાર્ડિયર સાથેની ભાગીદારીમાં, અદાણી ગ્રુપનો ઉદ્દેશ્ય ‘આત્મનિર્ભર ભારત’ને ટેકો આપવાનો છે. આનાથી દેશની અંદર એરોપ્લેનનું ઉત્પાદન કરવામાં અને વિદેશી ટેક્નોલોજી અને સેવાઓ પર દેશની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.
આ મીટિંગને લઈને ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ પણ લખી હતી. તેમણે લખ્યું, “ભારતના ઉડ્ડયન ક્ષેત્રના વિકાસને વેગ આપતી વખતે Bombardier CEO એરિક માર્ટેલ સાથે ઉડ્ડયન, MRO અને સંરક્ષણ ક્ષેત્રોમાં પરિવર્તનીય ભાગીદારીની ચર્ચા કરી. અમે એક મજબૂત, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે સાથે આવ્યા છીએ.”
અદાણીની યોજનાથી દેશને કેટલો ફાયદો થશે?
આ ભાગીદારી અંગે બજારનું સેન્ટિમેન્ટ તદ્દન હકારાત્મક જણાય છે. ETના એક સમાચાર અનુસાર, અદાણીની આ ભાગીદારી પ્લેન વગેરેના સમારકામ અને જાળવણી માટે વિદેશી MRO સેવાઓ પર ભારતની નિર્ભરતા ઘટાડશે. અદાણી ગ્રુપ દેશમાં સ્થાનિક એમઆરઓ સેક્ટરની સ્થાપના પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ફેરફારથી ડોમેસ્ટિક એરલાઈન્સના ખર્ચમાં ઘટાડો થશે, જેમાંથી મોટો ખર્ચ એમઆરઓ સેવા પર ખર્ચવામાં આવે છે.