કેનેડિયન ગાયક ક્રિસ વુને 13 વર્ષની જેલ, દારૂના નશામાં 3 સગીર છોકરીઓ પર બળાત્કારનો આરોપ

0
60

ક્રિસ વુ એ કેનેડિયન પોપ ગાયક, રેપર અને ચાઈનીઝ વંશનો અભિનેતા છે. આ દિવસોમાં ક્રિસ વુ ચર્ચામાં રહે છે. બેઇજિંગની ચાઓયાંગ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેને ત્રણ મહિલાઓ પર બળાત્કાર કરવા અને સામૂહિક જાતીય પ્રવૃત્તિ માટે ભીડ એકઠી કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. કોર્ટે તેને 13 વર્ષની સજા સંભળાવી છે. ક્રિસ વૂની 2021માં પોલીસે ધરપકડ કરી હતી જ્યારે 19 વર્ષની વિદ્યાર્થીનીએ તેના પર ડેટ રેપનો આરોપ લગાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે ક્રિસ વુએ તેની સાથે ડેટ કરી હતી અને જ્યારે તે માત્ર 17 વર્ષની હતી ત્યારે રેપ કર્યો હતો. પરંતુ તે સમયે ક્રિસ વુએ તેના પર લાગેલા આ ગંભીર આરોપોને નકારી કાઢ્યા હતા. આ ઘટના બાદ 24 છોકરીઓએ કોર્ટમાં ક્રિસ વિરુદ્ધ જુબાની આપી હતી.

ગાયક પર આ આરોપો છે
બેઇજિંગની ચાઓયાંગ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કહ્યું છે કે 2020ના રેપ કેસમાં 11 વર્ષ અને 6 મહિનાની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે તેને જાતીય સંભોગમાં જોડાવા માટે ભીડ એકઠી કરવાના ગુના બદલ 10 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો 2018નો છે, જેમાં ક્રિસ વુ અને અન્યોએ કથિત રીતે બે મહિલાઓ પર જાતીય હુમલો કર્યો હતો. કોર્ટે કહ્યું કે બળાત્કારના કેસમાં ત્રણેય પીડિતાઓ પણ નશામાં હતી અને તેઓ વિરોધ કરવામાં અસમર્થ હતા. કોર્ટે કહ્યું કે બંને કેસને જોડીને સંયુક્ત રીતે 13 વર્ષની સજા પર સહમતિ બની છે.