ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્વ કેસ દાખલ, અલ્પેશ ઠાકોર પણ સાણસામાં, જાણો વધુ

ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરુધ્વ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાછલા એક અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવો બન્યા છે. આ બનાવો અટકાવવા સરકાર નિષ્ફળ ગઈ છે અને હુમલાના ટોપલો ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર પર નાંખી દેવામાં આવ્યો છે.

ગુજરાતના બનાવોના પડઘા છેક યુપી અને બિહારમાં પડી રહ્યા છે. મુઝફ્ફરપુરની કોર્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્વ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ એવું કહ્યું હતું કે સ્થાનિક ફેક્ટરીઓમાં 80 ટકા મજુરો-કારીગરો સ્થાનિક રાખવામાં આવશે અને જે ફેક્ટરી એવું નહી કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વિજય રૂપાણીના આ નિવેદનનો ઉલ્લેખ પણ અરજીમાં કરવામાં આવ્યો છે.

જ્યારે અલ્પેશ ઠાકોર દ્વારા ઉશ્કેરણી, ભડકાઉ ભાષણ કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરની કોર્ટમાં હવે બન્ને વિરુદ્વ કેસ ચાલશે. વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. હિન્દી ચેનલે આ સમચારને બ્રેકીંગ ચલાવ્યા છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com