ખેડૂતોના નામે ચાલતો કરોડોનો સી.સી.આઇ કૌંભાડ આવ્યો સામેઃ છોટાઉદપુર

ખેડૂતોના નામે કરોડોના કૌભાંડનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. ખુદ સી.સી.આઈ.ના અધિકારીએ જિન સંચાલકો સાથે મળી 1.52 કરોડનું કૌભાંડ આચર્યા હોવાની પોલીસ ફરિયાદ છોટાઉદેપુરના નસવાડીમાં નોંધાઈ છે. રાજ્ય મા ખેડૂતો ને પોષણ ક્ષમ ભાવ મળે તે હેતુ સર રાજ્ય ના અનેક જિલ્લા મા ભારતીય કપાસ નિગમ , સી સી આઈ દવારા કપાસ ની ખરીદ શરૂ કરાઇ હતી જેમાં એપીએમસી મા ખરીદાયેલા કપાસને છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા ના કલેડીયા ગામે આવેલ અક્ષર ફાઈબર ઇન્ડસ્ટ્રીઝ મા સી સી આઈ ના સિનિયર કપાસ ખરીધ અધિકારી રમેશ શર્મા દવારા કપાસ નું જીન મા પીલાંન કરી રૂ ની ગાંસડીઓ તૈયાર કરી અને કપાસ ના પીલાન બાદ નીકળતા કપાસીયા નિગમ ના કેન્દ્રો પર મોકલવામાં આવતા હોય કપાસ ખરીદ નો આવક જાવક નો હીસાબ અમદાવાદ ખાતે મોકલવામાં આવતો હતો . કપાસ ખરીદ ના આવક જાવક ના હીસાબ સામે તપાસ માટે આવેલ સી સી આઈ ના એમ ડી દવારા ચામેઠા જીન માં તપાસ કરતા કપાસ ખરીદ ના આવક સામે 612 રૂ ની ગાંસડીઓ , અને 1600 કવીન્ટલ કપાસીયા ઓછા મળી આવેલ હોય .તત્કાલ સી સી આઈ ના કર્મચારી રમેશ શર્મા ને સસ્પેન્ડ કર્યા હતા .સી સી આઈ ના એમ ડી દવારા નસવાડી પોલીસ સ્ટેશન મા 1 કરોડ 52 લાખ ના કૌભાંડ ની ફરીયાદ દાખલ કરાવેલ છે .કપાસ ખરીદ કરનાર સી સી આઈ ના કર્મચારી અને અક્ષર જીન ના સંચાલકો સામે નસવાડી પોલીસ એ ગુન્હો દાખલ કરેલ છે . પોલીસ ફરીયાદ થતા સી સી આઇ ના કર્મચારી અને કપાસ જીન ના સંચાલકો હાલ ભૂગર્ભ મા ઉતરી ગયા છે. જે ભારતીય કપાસ નિગમ દવારા કપાસ ની ખરીદ કરતા કર્મચારી દવારા જ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવતા છોટાઉદેપુર જિલ્લા મા ખળભળાટ મચી ગયો છે .

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com