12 C
Ahmedabad
Friday, January 28, 2022

CDS જનરલ બિપિન રાવતના મોત બાદ સોશિયલ મીડિયામાં અભદ્ર લખાણ લખનાર વ્યક્તિ ની ક્રાઈમ બ્રાંચે કરી અટકાયત

Must read

તમિલનાડુના કુન્નુરમાં બુધવારે દુર્ઘટના બની હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈને જઈ રહેલુ MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જેમા જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતા. બિપિન રાવતન નિધનને લઈને રાજુલાના ભેરાઈ ગામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વિવાદીત ટિપ્પણી કરી હતી. આ શખ્સનું નામ શિવા આહીર છે, તેણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર વાંધાજનક લખાણ લખતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.

શિવા આહીરે પોતાના ફેસબૂક એકાઉન્ટમાં વિવાદીત ટીપ્પણી પોસ્ટ કરી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને ભેરાઈ ગામથી શિવા આહીરની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં શિવા આહીર સામે ફરિયાદ નોંધી તેની પૂછપરછ થઈ રહી છે.આ આ ઘટના બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવા જણાવે છે કે બિપિન રાવતના નિધન બાદ સોશિયલ મીડિયામાં અભદ્ર લખાણ લખીને લાગણી દુભાય તેવા વ્યક્તિને અમે અમરેલીથી પકડી લીધો છે. આ વ્યક્તિ માત્ર બિપિન રાવત નહિં પણ સમાજમાં સંઘર્ષ થાય તેવા લખાણ પણ લખતો હતો. આરોપીની અમે અમરેલીથી પકડી લાવી વધુ તપાસ હાથ ધરી છે.શિવા આહીર માત્ર બિપિન રાવત નહિં પણ સમાજમાં સંઘર્ષ થાય તેવા લખાણ પણ લખતો હતો

- Advertisement -

More articles

- Advertisement -

Latest article