સોમનાથ ખાતે પ્રભાસોત્સવની ઉજવણી

શ્રી કૃષ્ણએ નિજધામ ગમન કર્યુ એ દિવસની ભવ્ય ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી.પ્રભાસોત્સવ ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી જેમાં ગુજરાતભરના કલાકારોદ્વારા નટરાજની સુરઆરાધના કરવામાં આવી. ચૈત્ર સુદ એકમના પ્રાતઃ કાળે સુર્યના વધામણા કરવામાં આવેલ, ગોલોકધામ ખાતે નુતન ધ્વજારોહણ, વિષ્ણુયાગ યજમાન શ્રી વેજાણંદભાઇ વાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ જેઓનુ સન્માન ટ્રસ્ટી પ્રો.જે.ડી. પરમાર દ્વારા કરવામાં આવેલ, શ્રી કૃષ્ણ ગોલોકધામ ગમન સમય બપોરે 2 કલાક 27 મીનીટ 30 સેકંન્ડે પાદુકા પુજન બાસુરી વાદન આરતી શંખનાદ વિગેરે કરવામાં આવેલ.

સાંજે સંસ્કાર ભારતીના કલાકારો દ્વારા રાસ ગરબા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના છાત્રો દ્વારા ગીતાપાઠ, સહસ્ત્રદિપ આરતી સહિત અનેક વિધ ધાર્મીક કાર્યક્રમો યોજાયા જેમાં બહોળી સંખ્યામાં યાત્રીઓ સ્થાનીકો શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો.શ્રી જે.ડી.પરમાર,કો-ઓર્ડિનેટર ડો.યશોધર ભટ્ટ, બિપિનભાઇ સંઘવી સહિત શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com