અમદાવાદમાં યોજાયેલી ઇન્વેસ્ટર કનેક્ટ બેઠકમાં છત્તીસગઢને મળ્યા મોટા રોકાણ પ્રસ્તાવો
Chhattisgarh Investor Connect Gujarat: છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય(Vishnu Deo Sai) હાલમાં બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન તેમણે સૌપ્રથમ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા Statue of Unity ખાતે સરદાર પટેલને વંદન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ અમદાવાદમાં યોજાયેલી Chhattisgarh Investor Connect Event માં તેઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ગુજરાતની 8 અગ્રણી કંપનીઓએ કુલ રૂ. 33,000 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમ દરમિયાન છત્તીસગઢ સરકારને લગભગ ₹33,000 કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણી પ્રતિનિધિઓને investment letters આપ્યા હતા. આ રોકાણોથી રાજ્યમાં આશરે 10,500થી વધુ નવી રોજગાર તકો સર્જાશે. કાર્યક્રમ દરમિયાન CM સાયે જણાવ્યું કે ગુજરાત ઉદ્યોગ, સાહસ અને નવીનતાની ધરતી છે — અને હવે છત્તીસગઢ પણ એ જ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, “ગુજરાત પાસે ઉદ્યોગની શક્તિ છે, તો છત્તીસગઢ પાસે ઊર્જા, ખનિજ, કુશળ માનવબળ અને અનુકૂળ industrial policy છે, જે રોકાણકારો માટે આશીર્વાદ સમાન છે.” મુખ્યમંત્રીએ કહ્યું કે છત્તીસગઢ સરકારે છેલ્લા 22 મહિનામાં 350થી વધુ સુધારાઓ કરીને Single Window System મારફતે એનઓસીની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી છે, જેથી નવા ઉદ્યોગોની સ્થાપના વધુ સરળ બની છે.
અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં અત્યાર સુધી છત્તીસગઢને કુલ ₹7.5 લાખ કરોડથી વધુના રોકાણ પ્રસ્તાવો મળી ચૂક્યા છે. ગુજરાતની અગ્રણી કંપનીઓ હવે છત્તીસગઢમાં વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ સ્થાપશે:
-
વાડિલાલ ગ્રુપ – ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપશે.
-
ટોરેન્ટ પાવર લિમિટેડ (અમદાવાદ) – રૂ. 22,900 કરોડના રોકાણથી 1,600 મેગાવોટ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપશે, જે 5,000 રોજગાર આપશે.
-
ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ – રૂ. 200 કરોડના રોકાણથી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપશે.
-
ઓનિક્સ થ્રી એનરસોલ પ્રા. લિ. – રૂ. 9,000 કરોડથી ગ્રીન હાઇડ્રોજન, એમોનિયા અને સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે.

-
માલા ક્રિએશન પ્રા. લિ. (સુરત) – 2 GW ક્ષમતા ધરાવતી સોલર સેલ યુનિટમાં ₹700 કરોડનું રોકાણ કરશે.
-
લીઝિયમ લાઇફ સાયન્સિસ પ્રા. લિ. – ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ફૂડ સપ્લિમેન્ટ ક્ષેત્રે ₹101 કરોડનું રોકાણ કરશે.
-
મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કંપની – ₹300 કરોડથી નવી હોસ્પિટલ સ્થાપશે.
-
સફાયર સેમિકોમ પ્રા. લિ. – સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ₹120 કરોડનું રોકાણ કરશે.
મુખ્યમંત્રી સાયે આશા વ્યક્ત કરી કે ગુજરાત અને છત્તીસગઢ વચ્ચેનું આ સહકારબંધન Developed India ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે.
