અમેરિકા, યુરોપ, એશિયા અને ભારતથી રશિયા અને ચીન આગળ નિકળી ગયું છે. ચીનમાં તૈયાર કરવામાં આવતી કોરોના રસી નવેમ્બરમાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ હોઈ શકે છે. ચાઇનીઝ 4 કોરોના રસી ક્લિનિકલ ટ્રાયલ ના અંતિમ તબક્કામાં છે. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો માટે ત્રણ કોરોના રસીના ઉપયોગની મંજૂરી આપી ચૂક્યું છે. ‘ઇમર્જન્સી યુઝ પ્રોગ્રામ’ હેઠળ આ પરવાનગી આપવામાં આવી છે. આ કાર્યક્રમ જુલાઈમાં શરૂ થયો હતો. રસીના તબક્કા -3 ટ્રાયલ સરળતાથી થઈ રહ્યા છે અને રસી નવેમ્બર અથવા ડિસેમ્બરમાં લોકોને મળી શકે છે. ગુઇઝેન વુએ એમ પણ કહ્યું હતું કે તેમણે એપ્રિલમાં જ રસી લીધી હતી. પરંતુ છેલ્લા મહિનામાં તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. જોકે, તેણે કઇ રસી લીધી તે જણાવ્યું નથી. ચીની કંપની સિનોફાર્મ અને સિનોવાક બાયોટેક ચીનના ઇમરજન્સી યુઝ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ રસી વિકસાવી રહી છે. ચોથી રસી કેન્સિનો બાયોલોજિક્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેને ચીની સૈન્યનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ચીનની સૈન્ય જૂનથી આ રસીનો ઉપયોગ કરી રહી છે.