ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ વચ્ચે ઘર્ષણની ઘટના પ્રકાશમાં આવી છે સુરતના ડુમ્મસ સ્થિત કોલેજમાં NSUI અને ABVP વચ્ચે ધીંગાણુ સર્જાયું હતુ જેમાં NSUI સુરત શહેર પ્રમુખ પર ABVP કાર્યકરોએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જયાં ડુમ્મસ સ્તિથ સાસ્કમાં કોલેજમાં NSUI પ્રમુખ પહોંચ્યા હતા જયા કેટલાક ABVPના કાર્યકરો તૂટી પડ્યા હતા અને ખુરશીનો ફટકો માર્યો હતો તેમજ આ છપાછપીમાં ABVP ના કાર્યકરોને પણ ઇજા પહોંચી હતી.
જેમાં NSUI પ્રમુખએ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મશ્કરી કરી હોવાના ABVP દ્રારા કરવામાં આવ્યુ હતુ ઘટનાને પગલે સ્થાનિકો પોલીસ કોલેજ ખાતે દોડી આવી હતી અને સમ્રગ મામલો થાળે પાડ્યો હતો જેમાં ABVP વિદ્યાર્થીનું કહેવુ છે કે NSUI દ્રારા કેટલાક વિદ્યાર્થીઓની છેડતી કરવામાં આવતી જે અંગે પહોંચતા અમારી અને તેમની સાથે ઝઘડો થયો હતો જેમાં બંને જુથો સામ-સામે આવી જતા શિક્ષણનું ધામ જંગ મેદાનમાં ફેરવાયુ હતુ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે અવાર-નવાર ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે જેમાં કોલેજમાં પોત-પોતાનો વર્ચસ્વ દેખાડવ માટે સામ સામે આવી જતા હોય છે સુરત ઉમરા પોલીસે ઘટના પગલે મધ્યસ્થી બની સમ્રગ મામલો થાળે પાડ્યો હતો