છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, મોટી માત્રામાં વિસ્ફોટક જપ્ત

0
47

છત્તીસગઢના સુકમા જીલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હોવાની માહિતી મળી છે. એન્કાઉન્ટર બાદ મોટી માત્રામાં વિસ્ફોટકો અને બેરલ ગ્રેનેડ લોન્ચર જપ્ત કરાયા છે. સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે એન્કાઉન્ટરમાં 5 થી 6 નક્સલવાદીઓ ઘાયલ થયા છે. સુકમાના સકલેર વિસ્તારમાં સવારે 7 વાગ્યે એન્કાઉન્ટર થયું હતું. કોબ્રા બટાલિયન અને એસટીએફની સંયુક્ત ટીમ સાથે નક્સલવાદીઓનું એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટર બાદ કોબ્રા, STF અને CRPFની ટીમો શોધખોળ કરી રહી છે.

કોબ્રા 208 અને STFની સંયુક્ત ટીમ ડબ્બામર્ક કેમ્પથી સાકલરની દિશામાં નક્સલ વિરોધી ઓપરેશન માટે રવાના થઈ હતી. ત્યારબાદ સવારે 7 વાગે સુકમાના સકલેર પાસે નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોનો દાવો છે કે 5 થી 6 નક્સલવાદીઓ ઘાયલ થયા છે. મોટી માત્રામાં BGL અને અન્ય નક્સલવાદી વિસ્ફોટકો મળી આવ્યા છે.

સુરક્ષા દળોએ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે અને વિસ્તારમાં શોધખોળ તેજ કરી છે. પોલીસ અધિક્ષક સુનિલ શર્માએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. આ એન્કાઉન્ટરમાં કોબ્રા ટીમના બે જવાનને સામાન્ય ઈજા થઈ છે. BGL બ્લાસ્ટમાં નાની-મોટી ઈજાઓ થઈ હતી. જો કે હજુ સુધી કોઈ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી નથી.