15 C
Ahmedabad
Sunday, January 23, 2022

CM ભૂપેન્દ્ર પટેલ ના ડેલીગેશનના સભ્યો વહેલી સવારે દુબઇ પહોંચ્યા, અબુધાબીમાં વાઇબ્રન્ટ ગુજરાત માટે રોડ શો નું આયોજન

Must read

દુબઈ માં ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ જમ્બો ડેલીગેશન યુએઇમાં દુબઇ,રાસ અલ ખેમાહ અને અબુધાબીમાં વાઇબ્રન્ટ ગુજરાત માટે રોડ શો થશે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે મંત્રી જગદિશ પંચાલ અને અધિકારીઓ સહિત 30 જેટલા ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. જે પૈકી અદાણી જૂથ, સેવી જૂથ,કીરી ઇન્ડસ્ટ્રીઝ, વેલસ્પન, મેધમણી જૂથના વડા, સીઆઇઆઇ અને એસોચેમ ,ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિત બિઝનેસ સંસ્થાઓના પ્રમુખ-પ્રતિનિધિઓ સીએમના ડેલીગેશનના સભ્યો તરીકે વહેલી સવારે દુબઇ પહોંચી ગયા છે.
નોંધનીય છે આ માટે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કેબિનેટની બેઠકને એક દિવસ વહેલી બોલાવીને તારીખ 8 અને 9મી નવેમ્બર એમ બે દિવસ માટે દુબઇમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે રોકાણકારોને આકર્ષવા રોડ શો યોજી રહ્યા છે. હાલમાં દુબઇમાં ઇન્ડિયા પેવેલિયન બનાવાયુ છે અને તેમાં ભારતમાં રોકાણ માટે વિવિધ રાજ્યો દ્વારા પણ પોતાના ખાસ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
આમ દુબઈ ના રોકાણકારો ને આકર્ષવા માટે વાતચીત થશે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article