આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ઘણીવાર પોતાના અલગ-અલગ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે હિમંતા બિસ્વા સરમાએ જે કહ્યું તેના કારણે તે ફરી એકવાર ચર્ચાઓમાં આવી ગયા છે. વાસ્તવમાં, કર્ણાટકમાં એક રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે મને એવી વ્યક્તિ જોઈએ છે જે ગર્વથી કહી શકે કે તે હિન્દુ છે. હિમંતા બિસ્વા સરમાએ કર્ણાટકના બેલાગવીમાં આયોજિત બેઠક દરમિયાન આ વાત કહી.
ગર્વથી કહો આપણે હિંદુ છીએ..
તેમણે કહ્યું કે આપણા દેશમાં ઘણા એવા લોકો છે જે ગર્વથી કહે છે કે તેઓ મુસ્લિમ છે. ઘણા લોકો ગર્વથી પોતાને ખ્રિસ્તી કહે છે. મને આની સામે કોઈ વાંધો નથી. પરંતુ આપણને એવી વ્યક્તિ પણ જોઈએ છે જે ગર્વથી કહી શકે કે તે હિન્દુ છે. તેમણે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે અહીં મેં લોકોને ભારત માતા કી જય, શિવાજી કી જય કહેતા સાંભળ્યા. આ જ રીતે આપણો દેશ વિશ્વ ગુરુ બનશે. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસ દેશને નબળો પાડવાનું કામ કરી રહી છે.
કોંગ્રેસ પાર્ટી છે નવી મુઘલ
તેમણે કહ્યું કે પહેલા મુઘલોએ દેશને નબળો પાડ્યો હતો. કોંગ્રેસ પાર્ટી આજના સમયની મુઘલ છે. તેમને રામ મંદિરના નિર્માણ સામે વાંધો છે. તમે મુઘલોના સંતાન છો? સરમાએ વધુમાં કહ્યું કે એક સમયે દિલ્હીના એક રાજાએ મંદિર તોડવાની વાત કરી હતી, પરંતુ હાલમાં કેન્દ્રમાં મોદી સરકાર છે જે રામ મંદિર બનાવવાની વાત કરી રહી છે. આ નવું ભારત છે. પાકિસ્તાન જો ભારતમાં આતંકવાદીઓને મોકલે છે તો આપણે પાકિસ્તાનમાં ઘૂસીને તેમને મારીએ છીએ.