10 દિવસમાં જ બદલાશે CMઃહાર્દિક

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં રાજીનામાની ચર્ચાઓ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં જ PAASનાં કન્વીનર હાર્દિક પટેલે એક ગંભીર પ્રતિક્રિયા આપી છે. હાર્દિકે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે,બુધવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. આગામી 10 દિવસમાં વિજય રૂપાણીનાં સ્થાને નવા મુખ્યમંત્રીને ચૂંટવામાં આવશે. આ સાથે જ હાર્દિક પટેલે જણાવ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં કાયદા વ્યવસ્થા બગડી રહી છે. જેનાં કારણે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે અને હાર્દિકે એવો દાવો પણ કર્યો છે કે, હવે ભાજપ દ્વારા ક્ષત્રિય અથવા પાટીદાર સમાજનાં આગેવાનને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતનાં મુખ્યમંત્રીને બદલવા મામલે વીટીવી દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. વિજય રૂપાણીને બદલવાને લઇને હાલમાં અફવાઓ વહી રહી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નહીં બદલાય. ગુજરાતનાં CM તરીકે વિજય રૂપાણી જ યથાવત્ રહેશે. વીટીવી પાસે આ સમગ્ર અફવાને લઇને એકસક્લુઝીવ માહિતી પણ પ્રાપ્ય છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com