કોકા-કોલા ટૂંક સમયમાં દેશી પીણુ પીવડાવશે

સ્વદેશી કંપનીઓ સામે ટકી રહેવા અને સતત વધતી હરિફાઈ સામે ટક્કર લેવા કોલ્ડડ્રિન્ક બનાવતી કંપનીઓ સમયાંતરે કંઈકને કંઈક નવુ લાવી ગ્રાહકોને અાકર્ષવા મથી રહી છે.પેસ્સી, કોકા-કોલા, 7-અપ જેવી કંપનીઓમાં ગળાકાપ હરિફાઈ છે.

ઠંડા પીણાની પ્રખ્યાત બ્રાન્ડ કોકા-કોલા કંપની  દેશમાં તેના વેપારના વિસ્તરણમાં વ્યસ્ત છે.કંપની આગામી થોડા વર્ષોમાં તેના ઉત્પાદનને વધારવા પોર્ટફોલિયોના બે-તૃતીયાંશ સ્વદેશી બનાવવાનું આયોજન કરી રહી છે.આ પ્રોજેક્ટ હેઠળ કોકા-કોલા દેશી પીણા અને ફળોનો રસ રજૂ કરવા જઈ રહ્યું છે.

કોકા-કોલા કંપની સ્થાનીય માર્કેટને સર કરવા દેશી જેવાકે અલગ અલગ ફળોનો ટેસ્ટ ધરાવતા કોલ્ડડ્રિન્ક બનાવવાનું અાયોજન કરી રહી છે.હાલમાં, લગભગ 50 ટકા કોકા-કોલા પીણાં ભારતમાં તૈયાર કરી અને વેચવામાં આવે છે.તેમાં સ્થાનિક બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે જેમ કે થમ્સઅપ, લિમ્કા, માઝા.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com