કોંગ્રેસનો ઘોષણાપત્ર જાહેર, 10 લાખ સુધીની મફત સારવાર; ખેડૂતોની લોન માફ કરવામાં આવશે

0
35

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ઘણા મોટા વચનો આપ્યા છે.કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળે તે માટે એક સમિતિની રચના કરવામાં આવશે. કોંગ્રેસે ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન અને વીજળી બિલ માફ કરવાનું વચન પણ આપ્યું છે. કોંગ્રેસના ઘોષણાપત્ર મુજબ સામાન્ય ગ્રાહકો માટે 300 યુનિટ વીજળી મફત રહેશે. આ ઉપરાંત કોંગ્રેસે દરેક ગુજરાતીને 10 લાખ સુધીની મફત સારવારનું વચન આપ્યું છે.

કોંગ્રેસના ઓફિશિયલ હેન્ડલ પરથી ટ્વીટ કર્યું, ‘કોંગ્રેસનો હાથ હંમેશા ખેડૂતોની સાથે રહ્યો છે. ગુજરાતના ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે પાકના ભાવ મેળવવા માટે ‘પ્રાઈસ ફિક્સેશન કમિટી’ની રચના કરવામાં આવશે. ગુજરાતના ખેડૂતોની હાલત બદલીશું, ગુજરાતના ખેડૂતો કોંગ્રેસને સાથ આપશે.