કોગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ડરી રહ્યા છે ભાજપના નેતા ભૂષણ ભટ્ટથી ?

0
138

ગજરાત વિધાનસભા ચુંટણીનું રણશિંગુ ફુંકાઈ ગયું છે અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પાર્ટીના નેતા પ્રચારના કામે લાગી ગયા છે. આ વખતે ગુજરાતમાં ભાજપ-કોંગ્રસ અને ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી આ વખતે ચુંટણીમાં તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. જમાલપુર-ખાડિયામાં ગત વિધાનસભામાં હારી ગયા હોવા છતાં ભૂષણ-ભટ્ટને ફરી રીપીટ કરવામાં આવ્યા છે.

૨૦૧૭માં ચુંટાય આવેલા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને આ વખતે એમને હારનો ડર સતાવી રહ્યો છે. કારણ કે આ વખતે જમાલપુર-ખાડિયામાં કોંગ્રેસ-આપ અને AIMIM ત્રણ પક્ષે મુસ્લિમ ઉમેદવાર ઉભા રાખ્યા છે. અને ઇમરાન ખેડાવાલા ડર એ વાતનો છે કે આ મુસ્લિમ વોટ બેંક તૂટી જશે અને ભાજપના નેતા ભૂષણ ભટ્ટ જીતી જશે તેવો ડર સતાવી રહ્યો છે. ઇમરાન ખેડાવાલા આ વખતે હિંદુ-મુસ્લિમની રાજનીતિ કરી રહ્યા છે.

થોડા દિવસ અગાઉ ઇમરાન ખેડાવાલા એ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી અને AIMIMને વોટ આપવો એટલે કચરાપેટીમાં નાખી દેવા બરાબર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈ મત વિસ્તારમાં બે લાખ મતદાર હોય અને તેમાં 1.25 લાખ હિંદુ મતદારો હોય અને 75 હજાર મુસ્લિમ મતદારો હોય. તેમાં ભાજપનો ઉમેદવાર હિંદુ હોય અને કોંગ્રેસ-આપ અને AIMIM ત્રણ પક્ષના ઉમેદવાર મુસ્લિમ હોય તેમાં હિંદુના મત ભાજપને મળે અને મુસ્લિમ ના મત વહેચાય જાય તો ભાજપના ઉમેદવારને ફાયદો થાય. અને આમાંથી એક પણ મુસ્લિમ ઉમેદવાર નહી જીતે પરતું ભાજપનો હિંદુ ઉમેદવાર સરળતાથી જીતી જશે. માટે તમે આપ અને AIMIM ઉમેદવારને મત આપવા એના કરતા કોંગ્રેસને મત આપીને કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવો.

નોધનીય છે કે સમીકરણ બદલાયા બાદ જમાલપુર-ખાડિયા એક થયા બાદ 2012માં કોંગ્રેસ દ્વારા સાબિરભાઈ કાબલી વાળાને ટીકીટ ન અપાતા તે અપક્ષમાં ઉભા રહ્યા હતા અને આ કારણથી ભૂષણ ભટ્ટનો વિજય થયો હતો. એ વખતે ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ ને 48,058 વોટ ત્યારે કોંગ્રેસના સમીરખાન સિપાઈ 41,727 અને અપક્ષ ઉમેદવાર સાબિરભાઈ કાબલી વાળા ને 30,513 વોટ મળ્યા હતા જો એ વખતે જો કોંગ્રેસ દ્વારા સાબિરભાઈ કાબલી વાળા ને ટીકીટ આપવામાં આવી હોત તો ત્યારે ભાજપને હાર મળી હોત. ત્યારબાદ ૨૦૧૭માં ફરી એક વખત વિધાનસભાની ચુંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસે અપક્ષ ઉમેદવાર તરીકે કોર્પોરેશન ચુંટીને આવેલા ઇમરાન ખેડાવાલા ને ટીકીટ આપવામાં આવી હતી અને એ વખતે ભૂષણ ભટ્ટની કારમી હાર થઇ હતી કારણ કે તે વખતે સાબિરભાઈ કાબલી વાળા ચુંટણીમાં ઉભા રહ્યા ન હતા માટે મુસ્લિમ વોટ તમામ કોંગ્રેસ પાર્ટી ને મળતા કોંગ્રેસ નો વિજય થયો હતો.

જો ફરી આવુજ થશે તો ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ જીતી જાય તો કોઈ નવાઈ નહિ. માટે જ ઇમરાન ખેડાવાલા ભાજપના નેતા ભૂષણ ભટ્ટથી ડરી રહ્યા હોય તેવી લાગી રહ્યું છે.