વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળ્યું છે જેમાં બંને દિવસ વિપક્ષના હોબાળોથી સત્ર તોફાની રહ્યો હતો જેમાં સત્ર દરમિયાન 0BC અનામતનું મુદ્દો ઉછળ્તા ગૃહમાં હોબાળો જોવા મળ્યુ હતું કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં પ્લે કાર્ડ લઇને ગૃહમાં ભારે વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસે OBC અનામત મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચર્ચા કરવા માગણી કરી હતી જો કે આ અંગે અધ્યક્ષ મંજૂરી ન આપતા ધારાસભ્યોએ વિરોધ પ્રર્દશિત કરી વેલમાં ધસી આવ્યા હતા જેના લઇ કોંગ્રેસના ધારાસભ્યોને અધ્યક્ષે આજની કાર્યવાહીથી સસ્પેન્ડ કર્યા છે
જેમાં બળદેવજી ઠાકોર, ઋત્વિજ મકવાણા ,વિક્રમ માડમ, ચંદનજી ઠાકોર આનંદ ચૌધરી , જીગ્નેશમેવાણી,વિમલ ચુડાસમાં ,પુંજાવંશ,ગેનીબેન ઠાકોર સહિતના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ અંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવાડાએ જણાવ્યુ આજે ભાજપ સરકાર દ્રારા બક્ષીપંચ અને ગરીબોને લોકો સાથે અન્યાય કરી રહી છે માત્ર યોજના ,નિતીથી અન્યાય નહી પણ જયારે જયારે ગુજરાતની જનતાના પરસેવાના ટેક્સના પૈસાથી રાજ્યનું બજેટ બને છે જે સરકારની તિજોરીમાં બક્ષીપંચ સમાજનું પણ બહુ મોટો હિસ્સો છે જેમાં બજેટમાંથી પણ આ સમાજને પૂરતી રકમ ફાળવામાં નથી આવતી ખાસ કરીને રાજ્યમાં 52 ટકા વસ્તી ધરાવતો બક્ષીપંચ સમાજ 146 જ્ઞાતિનું સમૂહ છે એ સમાજને સૌથી વધારે અન્યાય કોઇએ કર્યુ હોય તે ગુજરાતની ભાજપ સરકાર છે બજેટમાં 1 ટકા રકમ પણ આ સમાજના વિભાગો માટે ફાળવામાં નથી આવતી SC , ST OBC ,માઇનોરિટીને નજીવો રકમ ફાળવી અપમાન કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કરતા અમતિચવાડાએ નિવેદન કર્યો છે