સુરતઃ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારા સામે કોંગ્રેસનો શાકભાજીનો હાર પહેરાવી વિરોધ

0
51

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે માતાજીના નવરાત્રી ગરબા ઉત્સવ પર લાદવામાં આવેલ મોંઘવારી અને જીએસટીના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરના તમામ રાજ્યો અને શહેરોમાં સંયુક્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અઠવાલાઈન્સ કલેક્ટર કચેરીમાં ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં છત્તીસગઢના કેબિનેટ મંત્રી ડો.શિવકુમાર દહરિયા, AICC મંત્રી બી.એમ. સંદીપ, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ દેસાઈ, ઉપપ્રમુખ હરીશભાઈ સૂર્યવંશી, અશોક કોઠારી, સુરેશ સોનાવણે, લક્ષ્મીકાંત પટેલ, જીજ્ઞેશ મિશ્રા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી સામે મોંઘવારી સામેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની નિષ્ફળતા, મોંઘવારી અને બેરોજગારી સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સુરત કલેક્ટર કચેરી બહાર વિવિધ બેનરો અને પોસ્ટરો સાથે શાકભાજીના હાર પહેરાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાકભાજી, દૂધ, છાશ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં રોજબરોજના વધારા બાદ સુરત કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.