કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો ભાજપ પર આરોપ ચૂંટણી જીતવા ભાજપ કેદીઓને છો઼ડે છે પેરોલ પર

0
47

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ સોળે કળાઓ ખીલી ઉઠી છે અને ગુલાબ ઠંડીમાં ગુજરાતનું રાજકારણ પણ ગરમાયુ છે તમામ રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનું દૌર ચાલી રહ્યો છે. નેતાઓ સભા ગજવતા સમય બંને એકબીજા પર પ્રહાર કરવામાં કોઇ કસર છોડતા નથી તે વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરેએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે તેમણે કહ્યુ કે ભાજપ ખૂંખાર કેદીઓ સાથે રહી જેલમાં બેઠકો કરી રહી છે

કયો કેદીની પેરોલ પર છોડ્યે અને ભાજપ તરફી મતદાન કરી ભાજપને જીતાડે તેવી રણનિતી નક્કી થઇ રહીછે  એવી રણનિતીઓ એમણે નક્કી કરી હોય ત્યારે અમારી પણ રણનિતી નક્કી છે જેને આવવુ હોય એને આવવા દો કોંગ્રેસ 182 બેઠકો પર ચૂંટણી લડશે અને 125 પ્લસ બેઠકો સાથે ગુજરાતમાં સરકાર બનાવશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે બીજી તરફ આ નિવેદન બાદ ભાજપે પણ પલટવાર કર્યો છે જેમાં કહ્યુ કે કોંગ્રેસ હાર ભાળી ગઇ છે એટલે ખોટા આરોપો લગાવી રહી છે ભાજપ આચરસંહિતાનું ચુસ્ત પાલન કરાવી રહી છે આવા પ્રકારના આરોપોમાં કોઇ તથ્ય નથી