12 C
Ahmedabad
Friday, January 28, 2022

જ્યાં 25 વર્ષથી કોંગ્રેસ હારે છે ત્યાં ચૂંટણી જીતવા જગદીશ ઠાકોર બનાવી રહ્યા છે માસ્ટર પ્લાન

Must read

કોંગ્રેસને નવા પ્રમુખ મળતા હવે પાલડી ખાતેનું કોંગ્રેસભવન ધમધમતું થયું છે અને નવા ચૂંટાયેલા પ્રમુખ જગદીશ ઠાકોર એક પછી એક મુદ્દે બેઠકો કરી રહ્યા છે.

બુધવારે અહીં યોજાયેલી સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. નજીકના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા થઈ હતી.

છેલ્લાં 25 વર્ષથી કોંગ્રેસ ચૂંટણી હારતી આવી છે. આ હાર દરમિયાન એવી ઘણી બેઠકો છે જે ભાજપની જ માનવામા આવે છે અને કોંગ્રેસ ત્યાં કંઈ ખાસ ઉપજાવી શકી નથી. આવી બેઠકો પર ખાસ ધ્યાન રાખવામાં આવશે અને અહીં પક્ષ ઉમેદવારોની જાહેરાત વહેલી કરી દેશે, જેથી તેમને પોતાના વિસ્તારમાં કામ કરવાની અને લોકો સુધી પહોંચવાનો પૂરતો સમય મળી રહે.

ગુજરાતમાં લગભગ નવેક મહિના બાદ પક્ષને નવા પ્રમુખ મળ્યા છે અને આ રીતે પક્ષને સુકાન મળ્યું છે. આવનારી ચૂંટણી ઠાકોર માટે મોટી પરીક્ષા છે અને તેઓ તેની તૈયારીમાં લાગી પડ્યા છે. રાજ્યની 182 બેઠકમાંથી ગઈ ચૂંટણીમાં કોંગ્રેસે 77 મેળવી હતી તેમાંથી 65 બેઠક થઈ ગઈ છે.

જોકે તે બાદ ઘણા વિધાનસભ્યોએ ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે ફરી પક્ષે સત્તા મેળવવાની નવી રણનીતિ તૈયાર કરી જંગ જીતવાનો છે ત્યારે પક્ષ પૂર્વતૈયારીમાં લાગી ચૂક્યો છે.

 

 

- Advertisement -

More articles

- Advertisement -

Latest article