ગડખોલ ગ્રામપંચાયતમાં સરપંચ અને તલાટીકમ મંત્રી દ્રારા કરવામાં આવેલા ભ્રષ્ટ્રાચારનો થયો પર્દાફાશ

0
71

થોડાક સમય આગાઉ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં સરપંચ અને તાલટી દ્રારા કરવામાં આવેલી આર્થિક ગેરરીતઓ અને બોગસ સર્ટિફેકટ બનાવી સરકારની ગ્રાન્ટ ઉચાપત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે જે અંતર્ગત સરપંચ અને તલાટી કમ મંત્રી સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે તપાસ વધુ તેજ કરવામાં આવી છે
ગુનોની માહિતી એવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગામોના વિકાસ કાર્યો માટે ૧૫૫૫માં નાણાપંચ યોજના હેઠળ અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં ગ્રાંટ ફાળવવામાં આવી હતી અને તે ગ્રાંટની રકમનો ઉપયોગ માટેની પ્રોસીજર માટે સરકાર દ્વારા ગ્રામ પંચાયનોના સરપંચ તથા તલાટી-કમ મંત્રી ને DSC કી (ડીજીટલ સીગ્નેચર સર્ટીફીકેટ) પેનડ્રાઈવ તથા તેમના યુઝર આઇડી અને પાસવર્ડ તેમજ ગ્રામ પંચાયત ના યુઝર આઇડી અને પાસવર્ડ આપવામાં આવ્યું હતું જે ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન કે. પટેલ ગડખોલ તલાટી-કમ-મંત્રીને પણ મળેલ હતી અને તેનો ઉપયોગ સરકારની “ઇ-ગ્રામ સ્વરા” પોર્ટલ ઓનલાઇન પ્રોસીજર તેમણે જાતે કરવાની હોવાનુ જાણવા છતા ગ્રાંટની રકમની ફાળવણી કામો કરતી એજન્સીને ફાળવવા સરપંચ તથા તલાટીએ તેમના DSCની પેનડ્રાઇવ તથા તેમના યુઝર આઇડી અને પાસવર્ડ તેમજ ગ્રામ પંચાયતના યુઝર આઇડી અને પાસવર્ડ તેમણે આરોપી નિતીનભાઇ જયેશભાઇ સોલંકીને આપી હતી જે નિતીનભાઇ અગાઉ TDO સ્વરા” પોર્ટલ પરથી મેળવી અને ““ઇ-ગ્રામ સ્વરા” પોર્ટલ પર ખોટી માહિતી અપલોડ કરી અને કુલ-૪૪ કામો પૈકી ૪ કામોના અનઅધિકૃત રીતે પેમેન્ટ ગડખોલ ગ્રામ પંચાયતના બેંક એકાઉન્ટમાંથી જુદીજુદી એજન્સીઓનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને કુલ રકમ રૂ. ૧,૧૬,૭૦,૧૯૦/- ની ઉચાપત કરી આરોપીઓએ ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુ કર્યો તે વિગેરે

 

તે ગ્રાંટની રકમમાંથી અમુક કામોની રકમ જે તે એજન્સીને આપવાને બદલે કોમલ એન્ટરપ્રાઇઝ તથા સત્યા એન્ટપ્રાઇઝ ના નામે ટ્રાન્સફર કરી હતી તેમજ અન્ય રકમો જેમાં ઘણા કામોની કોઇપણ જાતની વહીવટી પ્રક્રીયા કર્યા વગર બરોબાર કામના અંદાજપત્રો બ્રહ્માણી ઇલેક્ટ્રીક ના નામો ચઢાવી અને સરપંચ તથા તલાટીના SC નો ઉપયોગ કરી એપ્રુવલ આપી અને ગ્રામ પંચાયની બેંકમાંથી પાર્ટીઓને બારોબાર પેમેન્ટ કરેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા ગામના વિકાસ કાર્યો માટે તમામ ગ્રામ પંચાયતોને વાર્ષિક હિસાબી વર્ષ મુજબ તબક્કાવાર ગ્રાંટ ગ્રામ પંચાયતના બેંક એકાઉન્ટમાં જમાં કરવામાં આવી , જેમાં સરપંચ દ્વારા ગ્રામસભા બોલાવી અને વર્ષ વાર વિકાસના કામોનું આયોજન કરી અને જે તે ગ્રામ પંચાયતના સરપંચ વિકાસના કામોના ઠરાવ કરી અને “ઇન્ગ્રામ સ્વરા” પોર્ટલ પર અપલોડ કરવામા આવે છે તેમજ કામની મંજુરી મેળવવા TDO ને પત્ર વ્યવ હાર દરખાસ્ત મોકલે છે જેમાં દરખાસ્ત TDO દ્વારા મંજુર કરે છે

 

આરોપી નિતીનએ ગડખોલ ગ્રામ પંચાયતમાંથી વિકાસના કામો માટે અપલોડ કરેલ અગાઉના કરાવોની માહિતી ““ઇ-ગ્રામ સ્વરો” પોર્ટલ પરથી મેળવી અને “ઇ-ગ્રામ સ્વા” પોર્ટલ પર ખોટી માહિતી અપલોડ કરી સરકારી નાણાની ઉચાપત કરેલી હોવાની વિગતો સામે આવી હતી . ગ્રામ પંચાયતે ગડખોલ નો રેકોર્ડ તથા અમારા TDO કચેરી અંક્લેશ્વરના રેકોર્ડ પરથી ખાત્રી કરતા આ નિતીનભાઇએ કુલ-૪૪ કામોના કુલ-૪૪ જુદાજુદા પેમેન્ટ જેની કુલ રકમ ૩. ૧,૧૨,૭૦,૧૯૦/- ની ઉચાપત કરેલ હોવાનુ હાલની અગાઉના TDO TDGને પ્રાથમિક તપાસમાં જણાવી આવ્યુ હતું પરંતુ ત્યારબાદ અમારી નિમણૂક TDO અંક્લેશ્વર ખાતે ફરીથી ખાત્રી કરતા ૧૨૪૩ કામોમાં કુલ રૂ. ૧,૧૬,૭૦,૧૯૦૬ ની ઉચાપત થયેલાનુ જાણવા મળ્યુ હતું છે. જેમાં ગડખોલ ગ્રામ પંચાયત સરપંચ તથા તલાટી-કમ-મંત્રી નાઓએ તેમના અને ગડખોલ ગ્રામપંચાયતના યુઝર આઇડી તથા પાસવર્ડ તેમજ DSC કી આ રીતે નિતીનભાઇ સોલંકીને પેમેન્ટનુ કામ આપી ગેરરીતી આચરેલ છે.
ધવલ પટેલે ઉચાપત અંગે જાણનો રિપોર્ટ પોલીસમાં આપ્યુ હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી તે દરમ્યાન પોલીસ દ્વારા ઇન્કવાયરીમાં TDO પાસેથી માહિતી મંગાવી હતી તે માહિતી TDO તરીકે ચાર્જ લીધા બાદ ગઇ તા. ૦૫/૧૧/૨૦૨૨ નારોજ પોલીસને પાઠવી હતી . ઉપરોક્ત થયેલી ઉચાપત બાબતે જવાબદાર સામે ફરીયાદ કરવા અને કડક કાર્યવાહી કરવા DDO ભરૂચને લેખિત સુચના આપવામાં હતી જે અંતગર્ત સમ્રગ કૌભાંડ અંગે, આજરોજ ફરીયાદ કરવા આવેલ છીએ. જેથી ગડખોલ ગ્રામ પંચાયતનાં સરપંચ મંજુલાબેન કે, પટેલ તથા ગડખોલ ગ્રામ પંચાયતના તલાટી દિલબેન પટેલ તથા નિતીનભાઇ જયેશભાઇ સોલંકી તથા ઉચાપતની આ મામલે ભ્રષ્ટ્રાચાર આચરવાના આરોપસર તપાસના ચક્રો ગતિમાન કર્યા છે