14 C
Ahmedabad
Sunday, January 23, 2022

રાહતના સમાચાર: WHOએ કહ્યું કે વર્તમાન વેક્સિન ઓમિક્રોન વેરિઅન્ટ સામે અસરકારક

Must read

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક અધિકારીનું કહેવું છે કે હાલમાં વિશ્વમાં જે કોરોના રસી આપવામાં આવી રહી છે તે કોવિડના નવા પ્રકાર ઓમિક્રોન સામે લડવામાં સક્ષમ છે.

WHOનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દક્ષિણ આફ્રિકાની એક લેબમાં પરીક્ષણો બાદ જાણવા મળ્યું છે કે ફાઈઝરની રસીની ઓમિક્રોન પર માત્ર આંશિક અસર જ કરે છે.

પરંતુ WHO ડૉક્ટર માઈક રેયાને કહ્યું કે એવા કોઈ સંકેત નથી કે ઓમિક્રોન વેરિઅન્ટ પર રસીની અસર બાકીના વેરિઅન્ટની સરખામણીમાં ઓછી થઇ રહી છે.

ડૉ. રેયાને AFP સમાચાર એજન્સીને જણાવ્યું, “અમારી પાસે ખૂબ જ અસરકારક રસીઓ છે જે અત્યાર સુધી ગંભીર બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવાના સંદર્ભમાં તમામ પ્રકારો સામે અસરકારક સાબિત થઈ છે. એવું વિચારવાનું કોઈ કારણ નથી કે તે Omicron પર તેની અસર ઓછી થશે.”

તેમણે કહ્યું કે પ્રારંભિક ડેટા દર્શાવે છે કે ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા અને અન્ય વેરિએન્ટ કરતાં ઓછા લોકોને ચેપ લગાવ્યો છે. આ બિંદુ તેના ઓછા ગંભીર હોવાની દિશામાં નિર્દેશ કરે છે.

વાઇરોલોજિસ્ટ પ્રોફેસર એલેક્સ સિંગલ જેઓ દક્ષિણ આફ્રિકાના સંશોધનનો ભાગ હતા, કહે છે કે ઓમિક્રોન વેરિએન્ટની વેક્સિન એન્ટિબોડીઝથી બચવાની ક્ષમતા ઓછી છે.

તેમણે કહ્યું કે 12 લોકોના લોહીના પરીક્ષણ પર આધારિત પરિણામ ઓમિક્રોન ખતરા સામે મારી અપેક્ષા કરતાં વધુ સારા હતું.

પ્રોફેસર સિગલે કહ્યું કે આ વેક્સિન હજુ પણ આ વેરિએન્ટ સામે અસરકારક સાબિત થઈ શકે છે. તેમના મતે રિસર્ચ સૂચવે છે કે બૂસ્ટર (વધારાની રસી) કોરોનાના નવા વેરિએન્ટો સામે એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article