ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીઍલ) ટાઇટલ ત્રણવાર જીતનારી મુંબઇ ઇન્ડિયન્સે ઇજાગ્રસ્ત બોલર ઍડમ મિલ્નેના સ્થાને વેસ્ટઇન્ડિઝના ઝડપી બોલર અલઝારી જોસેફને કરારબદ્ધ કરીને પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. ૨૬ વર્ષીય મિલ્ને ઍડીમાં થયેલી ઇજાને કારણે આઇપીઍલમાં રમવા પહેલા જ હટી જવું પડ્યું છે. આઇપીઍલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર મુંબઇ ઇન્ડિયન્સે આઇપીઍલ ૨૦૧૯માટે ઇજાગ્રસ્ત ઍડમ મિલ્નેના સ્થાને અલઝારી જોસેફને સામેલ કર્યો છે.
આઇપીઍલ દ્વારા કહેવાયું હતું કે જોસેફ વેસ્ટઇન્ડિઝ વતી ૯ ટેસ્ટ અને ૧૬ વનડે રમી ચુક્યો છે. જમણેરી ઝડપી બોલરે ટેસ્ટમાં ટેસ્ટમાં ૨૫ અને વનડેમાં ૨૪ વિકેટ ઉપાડી છે. શ્રીલંકાનો અનુભવી ઝડપી બોલર લસિથ મલિંગા ટીમમાં પાછો ફર્યો તે પછી જોસેફ ટીમ સાથે જાડાવાથી તેમનું બોલિંગ આક્રમણ વધુ મજબૂત બનશે,
