બેંગલુરૂ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્પિનર યજુવેન્દ્ર ચહલે ગુરૂવારની મેચ બાબતે મહત્વની વાત કરતાં કહ્યું હતું કે દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિહે જ્યારે તેની એક ઓવરમાં ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા ત્યારે તે પોતાને ઇંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડ જેવો અનુભવવા લાગ્યો હતો. આઇપીએલની ગુરૂવારે રાત્રે રમાયેલી એ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની ઇનિંગ દરિમયાન 14મી ઓવર ફેંકવા માટે ચહલ આવ્યો ત્યારે તેની પહેલી ત્રણ બોલમાં યુવરાજે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
પોતાની ઓવરમાં પડેલા એ ત્રણ છગ્ગાની વાત કરતાં ચહલે ટી-20 વર્લ્ડકપની ઇંગ્લેન્ડ સામેની એક મેચમાં યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં ફટકારેલા છ છગ્ગા ભણી ઇશારો કરતાં કહ્યું હતું કે હું યુવરાજની સામે મારી જાતને સ્ટુઅર્ટ બ્રોડ જેવો અનુભવી રહ્યો હતો. ચહલે જો કે ચોથા બોલે યુવરાજને આઉટ કરીને તેની ઇનિંગનો અંત આણ્યો હતો. પણ તે પહેલા તેને યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડની યાદ અપાવી દીધી હોવાનું ખુદ ચહલે સ્વીકાર્યું હતું.