મોહાલી : ઇન્ડિયન પ્રીમિયર લીગની પહેલી બંને મેચમાં વિવાદમાં ફસાયેલી કિ્ંગ્સ ઇલેવન પંજાબ આવતીકાલે અહીં પોતાના હોમ ગ્રાઉન્ડ પર મુંબઇ ઇન્ડિયન્સ સામે મેદાને પડશે ત્યારે તેની નજર ભૂતકાળને ભુલીને વિજયના માર્ગે પરત ફરવા પર હશે. પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના જોશ બટલરને માકંડિંગ આઉટ કરવાને કારણે કેપ્ટન રવિચંદ્રન અશ્વિનની આકરી ટીકા થઇ હતી, તો કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં સર્કલની અંદર ૪ ખેલાડી ન રાખવાનું નુકસાન તેમણે ઉઠાવવું પડ્યું છે.
અશ્વિનની આગેવાની હેઠળ ટીમ હવે આ બધુ ભુલીને અહીંના પીસીઍ સ્ટેડિયમ પર નવી શરૂઆત કરવા માગશે. ટૂર્નામેન્ટ હાલમાં તેના પ્રારંભિક રાઉન્ડમાં છે અને બંને ટીમોઍ ઍક ઍક વિજય મેળવ્યો છે. તેને ધ્યાને લેતા મેચ પહેલા કોઇપણ ટીમને નબળી ગણાતી નથી. બંને ટીમમાં ઘણાં મોટો ખેલાડી છે અને તેઅો તમામ પોતાની જાતને સાબિત કરવા માગશે. ગેલે રાજસ્થાન સામેની મેચમાં ફોર્મ બતાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં તે જાદુ જગાવી શક્યો નહોતો. કેકેઆર સામે મયંક અગ્રવાલ અને ડેવિડ મિલરે પ્રભાવિત કર્યા હતા. જા કે ટીમ માટે ચિંતાનો વિષય કેઍલ રાહુલનું ફોર્મ છે.
આ તરફ જસપ્રીત બુમરાહે બીજી મેચમાં જે રીતે બોલિંગ કરી છે તેના કારણે આવતીકાલે ક્રિસ ગેલ સહિતના દિલ્હીના બેટ્સમેનો સાથેનો તેનો મુકાબલો રસપ્રદ બની રહેવાની ધારણા છે. હાર્દિક પંડ્યાઍ પણ ઍ મેચમાં પ્રભાવિત કર્યા છે. જા કે યુવરાજ સિંહ પોતાના હોમ ગ્રાઉન્ડ પર બેટ વડે પોતાની અલગ ભાત ઉપસાવવા આતુર હશે, અને તેના પર બધાની નજર રહેશે.