બેંગલુરૂ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુરૂવારે રાત્રે રમાયેલી આઇપીએલની 12મી સિઝનની એક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યાએ હાલની સિઝનનો સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો હતો. હાર્દિકે આ મેચમાં માત્ર 14 બોલ રમીને 3 છગ્ગાની મદદથી 32 રન ફટકાર્યા હતા. હાર્દિકે આ મેચ દરમિયાન 103 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો., જે હાલની આઇપીએલ સિઝનમાં સૌથી લાંબો છગ્ગો રહ્યો હતો.
હાર્દિકે પોતાની આ તોફાની ઇનિંગ દરમિયાન થોડી મસ્તી પણ કરી હતી. 20મી ઓવરમાં મહંમદ સિરાજના બોલે સૌથી લાંબો છગ્ગો ફટકારતા હાર્દિકે પાંચમા બોલને સ્ટેડિયમ બહાર ફેંકી દીધો હતો ત્યારે તેણે મસ્તીમાં સિરાજને પોતાના બાઇશેપ બતાવ્યા હતા.
