નવી દિલ્હી: કોરોના રસીકરણના બીજા તબક્કાના ત્રીજા દિવસે, પૂર્વ ક્રિકેટર અને 1983 ની ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના કપ્તાન કપિલ દેવે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. કપિલ દેવને ખાનગી હોસ્પિટલ ફોર્ટિસ ખાતે રસી અપાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બે દિવસ પહેલા કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો હતો. જે બાદ રાજનાથ સિંહે પણ પ્રથમ ડોઝ લીધો હતો.
આ સાથે જ દેશના રાજકીય નેતાઓ બાદ હવે ક્રિકેટ લીજેન્ડ કપિલ દેવે કોરોના વેક્સિનનો ડોઝ લઇને દેશની જનતાને સંદેશ આપ્યો છે કે વેક્સિન સુરક્ષિત છે. વેક્સિન લગાવી આ રોગ સામે જીત માટે આગળ વધી શકીએ છીએ.