IND W vs SA W: ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે ચેન્નાઈમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બંને ટીમો 10 વર્ષ બાદ ટેસ્ટ મેચમાં આમને-સામને છે. બંને વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2014માં રમાઈ હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો 10 વર્ષ બાદ એકબીજા સામે ટેસ્ટ મેચ રમશે. આ પહેલા 2014માં મૈસૂરમાં બંનેની અથડામણ થઈ હતી. ભારતે આ ટેસ્ટ મેચ એક ઇનિંગ્સ અને 34 રને જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકાએ છેલ્લા બે વર્ષમાં એક ટેસ્ટ મેચ રમી છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતની સરળ શરૂઆત
ભારતીય ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત કરી છે. મંધાના અને શેફાલી વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. સ્મૃતિ 33 અને શેફાલી 26 રન સાથે રમી રહી છે. દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમના બોલરો વિકેટની શોધમાં છે.
16 ઓવર પછી ભારતનો પ્રથમ દાવનો સ્કોર- 60/0
મંધાના અને શેફાલી ક્રીઝ પર
ભારત તરફથી ઓપનિંગ કરવા આવેલી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ક્રિઝ પર છે. ધીમે ધીમે ટીમનું સ્કોર બોર્ડ ચાલી રહ્યું છે.