અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગૌવંશના અંગો ફેકી જનાર ગુનાનો ભેદ ઉકેલ્યો એક શખ્સની ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ

0
129

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાંથી સવારે ગૌવંશના અંગો મળી આવતા ભારે ચકચારી મચી જવા પામી હતી જેને લઇ ગાયોનું ગળું તેમજ અમુક ભાગ જાહેર રસ્તા પર મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો હિન્દુ સંગઠનો તેમજ સ્થાનિકોએ ઘટનાને પગલે સમ્રગ ઇસનપુર વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી જેને લઇ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હિન્દુ સમાજનું રોષ ઠંડો કર્યો હતો અને કડક કાર્યવાહીનો વિશ્વાસ વ્યકત કર્યો હતો જેમાં પોલીસે CCTVના આધારે ગૌવંશ કોણ મૂકી ગયો હતો તે દિશામાં તપાસ હાથધરી હતી.

આ અંગે ક્રાઇમબૂ્ાન્ચના ACP ચુડાસમા જણાવ્યુ હતુ કે અમદાવાદમાં કોઇ તંગદિલી ન સર્જાયા તે પહેલા ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી હતી જેમાં CCTV તપાસતા ફૈઝાન બીક પોતાની પાસે રહેલી સિલ્વર એકટિવા લઇ ઇસનપુર તરફ જઇ રહ્યો હતો પોલીસને તપાસ સામે આવ્યો છે શખ્સ માસ લાવી છુટક વેચાણ કરતો હતો FSL રિપોર્ટના અધારે ફૈઝાન બીક કયાંથી માસ લાવ્યો હતો અને કોણે કોણે વેચતું હતુ તે દિશામાં તપાસ હાથધરી છે

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી ગોવિંદવાડી સવારના સુમારે કોઇ શખ્સ ગૌવંશનું અંગો ફેકીને ફરાર થઇ જાય છે જેને લઇ સ્થાનિકો લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કોઇ ઇચ્છાનીય બનાવ ન બને તે માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી હતી હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવી આ પ્રકાર પશુમાસ લઇ જવાની પ્રક્રિયા બંધ કરવામાં આવે તેવી માગ કરે છે તાત્કાલિક ધોરણે જવાબદાર લોકો સામે કડક પગલા ભરવાની વાત કરી હતી જયારે ક્રાઇમબ્રાન્ચ એકશન મોડમાં આવી હતી અને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા