Giriraj Singhનો રાહુલ ગાંધી પર પ્રહારઃ “કોઈ પણ કાયદાથી ઉપર નથી, અને રાહુલ ગાંધીએ તેમના વર્તનનું પરિણામ ભોગવવું પડશે.”
Giriraj Singh કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, તેમણે બીજેપી સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને જાણી જોઈને ધક્કો માર્યો, જેના કારણે બંને ગંભીર રીતે ઘાયલ થયા. 19 ડિસેમ્બરે સંસદ સંકુલમાં થયેલી મારામારી બાદ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ગિરિરાજ સિંહે કહ્યું, “રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે
પરંતુ તેમનું વર્તન સંપૂર્ણપણે અભદ્ર હતું. સાંસદો વચ્ચે આવી હરકતો ક્યારેય થતી નથી. તેમણે જાણીજોઈને અમારા બે સાંસદોને નીચે ઉતાર્યા હતા. પ્રતાપ સારંગીને માથામાં ઈજા થઈ હતી, અને મુકેશને રાજપૂતની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે.
સંસદમાં આ ઘટના બાદ રાહુલ ગાંધી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બીજેપી સાંસદોની ફરિયાદ પર દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. પ્રતાપ સારંગીને માથામાં ઈજા થઈ છે અને તેને બે ટાંકા આવ્યા છે, જ્યારે મુકેશ રાજપૂતની બીપીની સમસ્યા વધી ગઈ છે.