દૈનિક રાશીફળ 16 સપ્ટેમ્બર 2018

મેષ

આજે આપ પોતાના પ્રિયજનોની સેવામાં હાજર રહેવા ચાહશો. આજે જેટલું બની શકે નમ્ર બનવાનો પ્રયાસ કરજો અને પોતાના પ્રિયજનો સાથે પ્રેમપૂર્વક વર્તજો. એ લોક આપના આ વહેવાર માટે આપનો આભાર માનશે. આજે આપને લાગશે કે, આજે આપ ને કોઈ કરશો એનાથી ભવિષ્યમાં આપને જરૂર લાભ થશે

વૃષભ

આપ જે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છો એજ આપનો ઝઘડો ખત્મ કરાવી શકશે. કોઈ ઘરેલુ ઝઘડો જે આપની અશાંતિનું કારણ હતું, હવે ખત્મ થઈ જશે. બધાના હિતને જોતાં આ ઝઘડો ખત્મ કરવોજ ઠીક રહેશે.

મિથુન

આજે કારણ વગર આપના મનમાં ઉદાસ રહેશે. પરંતુ આપ ચિંતા નકરશો. આ ઉદાસ અવસ્થા પણ જલ્દી ખત્મ થઈ જશે. અત્યારે આપ ખૂબજ અસુરક્ષિત અનુભવો છો. પરંતુ ટૂંકમાંજ આપ પોતાની જીંદગીમાં સુરક્ષા અને સ્થિરતા મેળવશો. આ ડર જીંદગીની રાહમાં નાના મોટા ખાડાઓ જેવો છે.

કર્ક

આપનું મગજ આજે ઝડપભરે કાળ કરશે જેમાં ઉપયોગ આપ ભવિષ્યની યોજનાઓ બનાવવામાં કરશો. જો આપ માત્ર પોતાના લક્ષ્‍યો પર ધ્યાન આપો તો બાકી બધું આપમેળેજ યોજના મુજબ થતું રહેશે. ક્યારેક ક્યારેક આપે પોતાની બુદ્ધિનો પુરી રીતે ઉપયોગ કરવો જોઈએ. પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખો એથી આપ પોતાની દરેક સમસ્યા ઉકેલી શકશો.

સિંહ

આજો જો આપને કોઈ દોસ્તની મદદ જોઈએ છે તો આજે આપને એ જરૂર મળશે. પોતાના દોસ્તની મદદ માંગવામાં સ્હેજ પણ સંકોચ ન કરશો. આપના નિકટના સંબંધો વિશ્વાસ અને સમજણ પર ટકેલા છે. એક બીજાની સહાયતા કરવાથી એમાં મજબુતી આપશે. જેટલી સ્હેલાઈથી આપ પોતાના લોકોની મદદ કરશો બદલામાં તેઓ પણ આપની મદદ કરવી તૈયાર રહેશે.

કન્યા

આજે આપે બીજાઓ સાથે પોતાની છબી સુધારવામાં લાગ્યા રહેશો. આપને સલાહ આપવામાં આવે છે કે આપ બીજાઓને બદલવાને બદલે પોતાને બદલવાનો પ્રયત્ન કરો. અને આ બદલાવ માત્ર બાહરથી ન હોઈને અંદરથી થવો જોઈએ જો આપનું મન ચોકખું હશે તો આપની સારાઈ આપ મેળેજ બાહર આવી જશે. આપની સારાઈને કારણે સામેવાળો આપમેળેજ આપની સાથે સારો વહેવાર કરવા લાગશે.

તુલા

હાલમાં જે તનાવ વધતો જતો હતો એ હવે દોસ્તો અને પરિવારજનોની સાથે સમય વિતાવવાળી ખત્મ થઈ જશે. માનસિક શાંતિને માટે આજે આપ બાહર ફરવા જઈ શકો છો. પોતાના પરિવાર પર ધ્યાન દયો અને એમના સાથની સરાહના કરો. ઘરે ખુશી બની રહે એ માટે આપ પણ પોતાના પરિવારજનો પ્રત્યે પોતાનો વ્યાર દર્શાવો.

વૃશ્ચિક

આજે આ પોતાના નવા વ્યક્તિત્વને કારણે નવા દોસ્ત બનાવશો. સારૂથશે કે આ દિશામાં પહેલું પગલું આપ લો અને વાતની શરૂઆત કરો. જેવી જાતના સંયોગ બની રહ્યા છે આપની આ દોસ્તી જીવનપર્યંત કાયમ રહેશે એટલે વગર સંકોચે આજે આપે લોકોને મળવું જોઈએ.

ધન

પરિવારની સાથે ક્યાંય બાહર કરવા જવાથી આપના સંબંધોમાં વધુ મજબુતી આવશે. યાદ રાખો કે પોતાને તાજા અનુભવવાને માટે પરિવારની સાથે સમય વીતાવવાથી વધુ સારો કોઈ વિકલ્પ હોઈ જ નથી શકતો. આ સોનેરી ક્ષણનો પુરેપુરો આનંદ લ્યો. અને પોતાનું જીવન સંપૂર્ણપણે ભોગવો. આપ પોતાનાઓ સાથે સમય પસાર કરવા માટે એમની સાથે કોઈ નાનીશી સફર પણ જઈ શકો છો.

મકર

આખરે એ વાત આવી ગયો જ્યારે આપે વ્યવસ્થિત થઈ જવું જોઈએ. આજે પોતાની જીંદગીનો સૌથી મુશ્કેર ક્ષેત્ર પસંદ કરી લો. ભલે તે પૈસા, ઘર અથવા પછી કામથી સંબંધિત હોય એની પર કામ શરૂ કરી છો. એ ક્ષેત્રના દરેક પાસાને ઉકેલી લો. કાલથી કદાચ આપ પોતાને એક બીજાજ રસ્તા પર જોશો. આથી ભવિષ્યમાં આપની ઉત્પાદન ક્ષમતા વધશે.

કુંભ

આજનો દિવસ પોતાના પરિવાર અને મિત્રો સાથે પસાર કરવાને માટે ખૂબજ સારો છે. આપ આજે નજીકના સગાઓ સાથે સમય વીતાવશો જેમને આપ ઘણાં સમયથી મળી શક્યા નથી. આ સમયનો પુરેપુરો લાભ ઉઠાવશો કારણકે આવી તકો વારંવાર નથી આવતી.

મીન

આજે આપ પોતાની મોટી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ શરૂ કરી દેશો. આ સમય માંદગી અને મુદ્દાઓને મન વગર ઉકેલવાનો કોઈ અર્થ નથી. આપે એને જડથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કામ જરા મુશ્કેલ છે પણ અસંતાવ નથી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com