મોટા ભાગના સ્ત્રી-પુરુષો આંખોની નીચે અને આસપાસના ડાર્ક સર્કલથી પરેશાન હોય છે. આવું થવાના ઘણા કારણો છે જેમાં તણાવ, ઊંઘની અછત, હોર્મોનલ ફેરફારો, જીવનશૈલીમાં ફેરફાર, આનુવંશિકતા અને ઘણા બધા કારણો શામેલ છે. જો તમે સમયસર તેની સારવાર નહીં કરો તો તે તમારા ચહેરાની સુંદરતાને બગાડી નાખશે. કેમિકલ આધારિત દવાઓ વડે તેનો ઝડપથી ઈલાજ કરી શકાય છે. પરંતુ ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેથી ઘરેલું ઉપચાર તમારા ચહેરા અને આંખોની નજીકના ડાર્ક સર્કલને દૂર કરી શકે છે.
ડાર્ક સર્કલ દૂર કરવા આ વસ્તુઓનો ઉપયોગ કરો
1. ટામેટા
ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે ટામેટા રામબાણની જેમ કામ કરે છે. તે ત્વચાને પણ કોમળ બનાવે છે. એક ચમચી ટામેટાના રસમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને આંખોની નજીકના ડાર્ક સર્કલ પર લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દો, પછી પાણીથી ધોઈ લો. આવું દિવસમાં બે વાર કરો. આ સિવાય તમે ટામેટા અને લીંબુનો રસ એકસાથે મિક્સ કરીને પણ પી શકો છો, જે ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરશે.
બટાકા
કાચા બટાકાને પીસીને તેનો રસ કાઢો. રસને કોટનના કપડામાં ભીની કરીને આંખો બંધ કરીને ડાર્ક સર્કલ પર લગાવો. બટાકાના રસના ભીના કપડાને આંખો સિવાયના આખા ડાર્ક સર્કલ પર ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો. તે પછી ઠંડા પાણીથી ધોઈ લો.

3. કોલ્ડ ટી બેગ
કોલ્ડ ટી બેગ આંખોના ડાર્ક સર્કલ પણ દૂર કરી શકે છે. ટી બેગને પાણીમાં પલાળીને થોડીવાર માટે ફ્રીજમાં ઠંડુ થવા દો. તે પછી આંખો બંધ કરીને તે ટી બેગને ડાર્ક સર્કલ પર રાખો, આ નિયમિત કરો, થોડા દિવસોમાં તેના સારા પરિણામો દેખાશે.
4. ઠંડુ દૂધ
ઠંડુ દૂધ પણ ડાર્ક સર્કલથી રાહત આપે છે. તે આંખો અને ત્વચા માટે ફાયદાકારક છે. ઠંડા દૂધને કોટનના કપડામાં પલાળી રાખો અને તેને આંખોના ડાર્ક સર્કલ એરિયા પર મૂકો. આ નિયમિત કરવાથી ફાયદો થશે.
5. નારંગીનો રસ
નારંગીના રસથી પણ ડાર્ક સર્કલ દૂર કરી શકાય છે. સંતરાનો રસ અને ગ્લિસરીનનાં થોડાં ટીપાં મિક્સ કરીને ધીમે-ધીમે લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે. તેનાથી ત્વચામાં ગ્લો પણ આવે છે.
6. યોગ/ધ્યાન
ડાર્ક સર્કલ તણાવ, ઊંઘની કમી, હોર્મોનલ બદલાવ, જીવનશૈલીમાં ફેરફારને કારણે થાય છે. ડાર્ક સર્કલ દૂર કરવામાં યોગ અને ધ્યાન પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે તમારા શરીરને નિયંત્રિત કરે છે.