દિલ્હીઃ ઓફિસથી પરત ફરી રહેલી મહિલાની રસ્તા વચ્ચે ગોળી મારીને હત્યા

0
58

દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક 32 વર્ષીય મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ચોંકાવનારી ઘટનાને પગલે વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પુરાવા એકત્ર કરવાની સાથે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સાંજે 7.30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે 32 વર્ષીય જ્યોતિ ઓફિસથી ઘરે પરત ફરી રહી હતી. ત્યારબાદ અજાણ્યા હુમલાખોરોએ તેમની ગોળી મારી હત્યા કરી નાખી હતી. મહિલા ફ્લિપકાર્ટમાં કુરિયર વિભાગમાં કામ કરતી હતી.

મૃતક મહિલાના પતિ દીપકે જણાવ્યું કે જ્યારે તે ઓફિસથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે બે લોકોએ આવીને તેને ગોળી મારી દીધી હતી. આ છોકરાઓમાંથી એક સ્કૂટી પર હતો અને એક બાઇક પર હતો.

આ ઘટના બાદ ડીસીપી હરેન્દ્ર સિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ હાલમાં સ્થળ પર લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે અને દરેક એંગલથી તેની તપાસ કરી રહી છે.