Delhi News :
દિલ્હીની આમ આદમી પાર્ટી ફરી એકવાર વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. આવતીકાલે એટલે કે શનિવારે વિશ્વાસ મત પર ચર્ચા થશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું પ્રસ્તાવ લાવ્યા બાદ સ્પીકરે તેના પરની ચર્ચા શનિવાર માટે સ્થગિત કરી દીધી હતી.
હકીકતમાં, તાજેતરમાં આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે AAP ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે ભાજપ પર આક્ષેપો થયા હતા, જે બાદ ભાજપે આમ આદમી પાર્ટી સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. તે જ સમયે, દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલને પણ નોટિસ આપી હતી અને આ આરોપો અંગે પુરાવા માંગ્યા હતા.