૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વૈશ્વિક ધાર્મિક પરિષદમાં પોતાનું વ્યક્તવ્ય આપ્યું હતું. તેમના ભાષણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું અને શ્રોતાઓને “માય ડિયર સિસ્ટર એન્ડ બ્રધર્સ” કહી સંબોધ્યા હતાં. તેથી ૧૧મી સપ્ટેમ્બરના દિવસને તેમની યાદમાં દિગ્વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જેના ઉપલક્ષ્યમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભાવનગર મહાનગર કલેક્ટર કચેરી ખાતે ઝોન સંયોજક શ્રી બ્રિજરાજસિંહ ગોહિલના અધ્યક સ્થાને અને ભાવનગર મહાનગર સંયોજક બળદેવસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાઈ. જેમાં આજરોજ યોજાનાર દિગ્વિજય યુવા સંવાદ અંગે વોર્ડ સંયોજકોને માહિતી આપવામાં આવી અને સ્વામી વિવેકાનંદજી એ દેશના યુવા પ્રત્યે દાખવેલ વિશેષ સ્નેહ અને તેમના જીવનચરિત્રથી માહિતગાર કરાયા. આ વેળાએ ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી એ યુવા સંયોજકોનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે યુવાનોનો ઉત્સાહ અને ટેક્નોલોજીના સથવારે ભાવનગરના અને રાજ્યના નાગરિકોને બને તેટલા વધુ ઉપયોગી થઇ દેશના વિકાસમાં આપણે જે યોગદાન આપી શક્યેએ. આજે બપોરે 4 કલાકે વોર્ડ સંયોજકો પોતાના વૉર્ડના યુવાઓ સાથે માણસે દિગ્વિજય યુવા સંવાદ.