નવી દિલ્હી : દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીએ ઓટો એક્સ્પો 2020માં જીમ્ની (Jimny) એસયુવીની પ્રથમ ઝલક બતાવી છે. વૈશ્વિક બજારમાં, આ એસયુવી બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે પરંતુ ભારતીય બજારમાં હજી વેચાણ માટે ઉપલબ્ધ નથી. ચાલો જાણીએ આ કારની સુવિધાઓ …
જાપાનમાં ઉપલબ્ધ ચોથી જનરેશનની સુઝુકી જિમ્ની એકદમ આકર્ષક અને શક્તિશાળી લાગે છે. આ એસયુવીની લંબાઈ 3550 મીમી, પહોળાઈ 1645 મીમી અને ઊંચાઈ 1730 મીમી છે. વ્હીલબેઝ વિશે વાત કરવામાં આવે તો તે 2250 મીમી છે. આ કારમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરા, લેન ડિપાર્ચર વોર્નિંગ અને ડ્યુઅલ સેન્સર બ્રેક સપોર્ટ જેવી પ્રીમિયમ સુવિધાઓ ઉપલબ્ધ છે.
મારુતિ સુઝુકીની જીમની સિએરા વેરિએન્ટમાં 1.5L K15B પેટ્રોલ એન્જિન ઉપલબ્ધ છે. આ એન્જિનનો ઉપયોગ મારુતિ સુઝુકીના સીઆઝમાં પણ થાય છે. આ મોટર 100bhp પાવર અને 130Nm ટોર્ક જનરેટ કરી શકે છે.