નવી દિલ્હી : યામાહાએ તેની લોકપ્રિય બાઇક વાયઝેડએફ આર 15 વી 3 (Yamaha YZF R15 V3)ની કિંમતમાં વધારો કર્યો છે. આ બાઇકના ત્રણ મોડેલોની કિંમતમાં 500 રૂપિયાથી 1000નો વધારો કર્યો છે. વાયઝેડએફ આર 15 વી 3 ના થંડર ગ્રે રંગમાં રૂ .500 નો વધારો થયો છે, ત્યારબાદ તેની કિંમત 1,45,800 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે, જ્યારે તેનો ડાર્ક નાઈટ રંગમાં 600 રૂપિયાનો વધારો થયો છે, જે પછી તેની કિંમત 1, 47,300 રૂપિયાથી લઇને 1,47,900 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. થર્ડ કલર રેસીંગ બ્લુની વાત કરીએ તો કંપનીએ તેની કિંમતમાં રૂ .1000 નો વધારો કર્યો છે. હવે તેની કિંમત 1,46,900 (એક્સ શોરૂમ) રાખવામાં આવી છે, જે અગાઉ રૂ .1,45,900 (એક્સ-શોરૂમ) હતી.
એન્જિન
યામાહાએ આ સ્પોર્ટ્સ બાઇકમાં 155 સીસી સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન લગાવ્યું છે. આ એન્જિનને 6-સ્પીડ ગીઅરબોક્સમાં મેટ કરવામાં આવ્યું છે. આ એન્જિન 18.7 બીએચપી પાવર અને 14 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે.
સુવિધાઓની વાત કરીએ તો આ બાઇકમાં એલઇડી હેડલાઇટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, યુએસબી ચાર્જર અને સ્લીપર ક્લચ જેવી સુવિધાઓ છે.
ડ્રાઈવ સ્પાર્કના અહેવાલ મુજબ હાલમાં કંપનીએ આ બાઇકની કિંમતમાં વધારા માટે કોઈ કારણ આપ્યું નથી. પરંતુ માનવામાં આવે છે કે હાલના સમયમાં ભારતીય બજારને ધ્યાનમાં રાખીને કંપનીએ આ બાઇકની કિંમતમાં વધારો કર્યો છે.