શું તમારી પાસે પણ છે એ 500 રૂપિયાની નોટનું બંડલ છે? તો આ સમાચાર જરૂર વાંચો

0
70

8મી નવેમ્બરના મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટબંધી બાદ હવે બીજા મહત્વના સમાચાર આવી રહ્યા છે અને આ મહત્વના સમાચાર 500 રૂપિયાની નોટ સંબંધિત છે. જો તમારી પાસે પણ 500 રૂપિયાની નોટ છે તો RBI તરફથી મહત્વની માહિતી સામે આવી રહી છે અને આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં નોટબંધીની કરવામાં આવી હતી અને ત્યારથી અવાર નવાર ચલણી નોટો સંબંધિત અવનવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. હવે 500 રૂપિયાની નોટને લઈને મોટો ખુલાસો થયો છે. જો તમે પણ તમારા ઘરમાં 500 રૂપિયાની નોટ કે તેનું બંડલ રાખ્યું છે, તો જાણો કે કેમ તમારા માટે આ સમચાર ખાસ છે

હાલમાં બજારમાં બે પ્રકારની 500 રૂપિયાની નોટો જોવા મળી રહી છે અને આ બંને નોટોમાં થોડો તફાવત છે. આ બે પ્રકારની નોટોમાંથી એક નોટને નકલી કહેવામાં આવી રહી છે અને આ અંગેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.

આ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે આ બંનેમાંથી એક પ્રકારની નોટ નકલી છે. પીઆઈબીએ આ વીડિયોની તથ્ય અંગે તપાસ કરી છે અને આ ફેકટ ચેક બાદ સત્ય હકીકત સામે આવી છે. વીડિયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારે 500 રૂપિયાની એવી કોઈ નોટ ન લેવી જોઈએ, જેમાં આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષરમાંથી ગ્રીન સ્ટ્રીપ પસાર થતી હોય કે પછી ગાંધીજીની તસવીરની ખૂબ નજીક હોય. આ વીડિયોની ફેક્ટ ચેક કર્યા બાદ એવું જાણવા મળ્યું છે કે આ વીડિયો સંપૂર્ણપણે ફેક છે અને બજારમાં જોવા મળી રહેલી રહેલી બંને પ્રકારની 500 રૂપિયાની નોટો માન્ય છે. જો તમારી પાસે આ બંનેમાંથી કોઈ પણ પ્રકારની નોટ હોય તો જરાય ચિંતા કરશો નહીં. આરબીઆઈ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે બજારમાં બંને પ્રકારની નોટો ચાલી રહી છે.

જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી અને એટલું જ નહીં પણ આવા ફેક મેસેજ કોઈને ફોરવર્ડ કરશો નહીં.

આ સિવાય તમે કોઈપણ સમાચારનું ફેક્ટ ચેક પણ કરી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય [email protected] પર પણ વીડિયો કે મેસેજ પણ મોકલી શકો છો.