શું તમને પણ છે ભૂલવાની બીમારી તો કરો અા ઉપાય

ઘરની બહાર નીકળતી વખતે ઘણી વખત ચાવી લેવાનું ભૂલી જઈએ છીએ તો ક્યારેક કોઈ વસ્તુ લેવા ગયા પછી યાદ જ નથી અાવતું કે અાપણે શું લેવા ગયા હતા. અાવું ક્યારેક થાય તે સ્વાભાવિક છે પરંતુ અાવુ જો વારંવાર થાય તો સમજી લેવું કે તમને શોર્ટ ટર્મ મેમરી લોશ પ્રોબ્લેમ થયો છે.અા સમસ્યાને ખુબજ ગંભીરતાથી ન લેશો તો પાછળથી પસ્તાશો તમને અલ્જાઈમર જેવી અસાધ્ય બીમારી થઈ શકે છે.
તમે ક્યાંક થોડા સમય માટે બધું ભૂલી તો નથી જતાને ? એક દિવસ પહેલાં આપની સાથે જે બન્યું, તમે જે કાંઈ કર્યું છે, શું તેના વિશે પણ યાદ નથી? રોજીંદા જીવનમાં ભોજન કરવું, નહાવું જેવી નાની-નાની વસ્તુઓ પણ તમને યાદ નથી રહેતી? ખિસ્સામાં ચાવી અથવા મોબાઈલ છે, પરંતુ તમે તેને સમગ્ર ઘરમાં શોધો છો? વારંવાર ભૂલવું એ બીમીરી કોઈ પણ ઉંમરે થઈ શકે છે. રોજીંદી દીનચર્યામાં ફેરફાર કરવાથી ભૂલવાની બીમારીથી બચી શકાશે.
સારી યાદશક્તિ માટે સારી ઉંઘ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જયારે આપણે સૂઇ જઈએ છીએ, ત્યારે આપણું શરીર લિવર મારફતે કોશિકાઓનું પુન: નિર્માણ કરે છે અને શરીરમાં વહેતું બ્લડ ચોખ્ખું કરે છે. અાથી ઓછામાં ઓછા 8થી 10 કલાકની ઊંઘની જરૂર છે વયસ્કોને દરરોજ સાતથી નવ કલાક ઉંઘવું જોઈએ, જેનાથી તમારૂ મસ્તિષ્ક સ્વસ્થ રહે.
કસરતને જીવનનું અભિન્ન અંગ બનાવી દો કેમકે શારીરિક ક્રિયાઓ દિમાગ સહિત સમગ્ર શરીરમાં બ્લડ કમ્યુનિકેશન્સ વધારે છે. આને કારણે તમારી યાદશક્તિમાં વધારો થાય છે. નિયમિત ચાલવા જવાથી શરીર સ્વસ્થ રહે છે.જો તમારી પાસે પૂરતો સમય નથી, તો તમે તમારા કામમાંથી થોડો સમય કાઢો 10થી 20 મિનિટ સુધી એરોબિક ક્રિયાઓ કરો યોગ કરો અને સ્વસ્થ રહો.
પૌષ્ટિક ભોજન લો અને સમયસર જમો શરીર અને મગજ માટે તે ખૂૂબ જ જરૂરી છે.દારૂ અને ધુમ્રપાનથી બચો.માનસિક રીતે સતત કાર્યશીલ રહો. પઝલ, ઉખાણા સોલ્વ કરો.જાતને હંમેશા વ્યવસ્થિત રાખો.સ્વસ્થ રહેવા સાથે સુઘડ પણ રહો.ભૂતકાળને ભૂલીને અાગળ વધો. જ્યારે પણ તક મળે ધ્યાન કરો. બાળકો સાથે સમય વીતાવો. મનપસંદ ગીતો સાંભળો.હંમેશા પ્રફુલ્લીત રહો.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com