અમદાવાદમાં આહના અને વીમા કંપનીના વિવાદને 8 ઓગસ્ટ 15 ઓગસ્ટ સુધી કેશલેશ સુવિધા બંધ રાખવાનું આહના દ્રારા નિર્ણય લેવામાં આવ્યુ છે આહના દ્રારા સંચાલિત 160 જેટલી હોસ્પિટલ કેશલેશ સુવિધા બંધ રાખવાનું નિર્ણય કરવામાં આવતા દર્દીને ભારે હાલાકી પડશે આહનાનું કહેવુ છે કે કેટલીક પ્રાઇવેટ વીમા કંપનીનો મનમાનીના કારણે તેની સામે આહના સંચાલિત હોસ્પિટલોએ બાયો ચડાવી છે
જેને લઇ આ નિર્ણયથી દર્દીઓની મુશ્કેલીઓ વધશે અને પ્લાન સર્જારી કરાવવા આવતા દર્દીઓને રાહ જોવી પડશે ચાર વીમા કંપનીનો સામે હોસ્પિટલો લડી લેવાનું મૂડ બનાવી દીધું છે આ આગઉ સી ફોર્મ અને ફાયર એન ઓ સીને લઇ ખાનગી હોસ્પિટલોના સંચાલકો મેદાને પડ્યા હતા તો ફરી એકવાર વીમા કંપીન અને હોસ્પિટલોના વિવાદને લઇ હાલ મામલો બિચક્યો છે