સુરત: બનાવટી ચલણી નોટો વતાવવા ફરી રહેલા બે ઇસમોની સરથાણા પોલીસે કરી ધરપકડ – જુઓ વિડીયો

સુરત :શાકભાજી માર્કેટમાં બનાવટી ચલણી નોટો વતાવવા ફરી રહેલા બે ઇસમોને સરથાણા પોલીસે બાતમીના આધારે દબોચી લીધા હતા…સરથાણા પોલીસ નો સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતો,તે દરમ્યાન મળેલ બાતમીના આધારે શંકાસ્પદ જણાઈ આવેલ બંને ઇસમોને ઝડપી પાડી 100 અને 50 ના દરની કુલ 5300 ની કિંમતની બનાવટી નોટો કબ્જે કરી હતી….સરથાણા પોલિસે બને આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ અંગેની કાર્યવાહી હાથ ધરી છે….પોલીસ રિમાન્ડ દરમ્યાન આરોપીઓ પાસેથી વધુ હકીકત બહાર આવે તેવી શકયતા હાલ પોલીસ સેવી છે…

સરથાણા પોલીસનો સ્ટાફ આજ રોજ સાંજના સમયે દરમ્યાન પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતો…જે દરમ્યાન બાતમી મળી હતી કે ,બે ઈસમો સરથાણા શાકભાજી માર્કેટ નજીક બનાવટી ચલણી નોટો લઈ વતાવવા આવી રહયા છે…જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી મુકેશ કાજાવધરા અને જયેશ નામના બે ઇસમોને ઝડપી પાડયા હતા…પોલીસે બંનેની તપાસ કરતા 100 ના દરની 42 અને 50 ના દરની 22 બનાવટી ચલણી નોટો મળી આવી હતી…પોલીસે કુલ 100 અને 50 ની મળી કુલ 5300 ની બનાવતી ચલણી નોટો જપ્ત કરી હતી….
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે,આરોપીઓ પાસે ઝેરોક્ષ મશીન છે,જે મશીન પાર આરોપીઓ આ બનાવટી નોટો છાપવાનું કામ કરતા હતા…ત્યારબાદ નોટો વતાવવા બજારમાં ફરતા હતા…હમણાં સુધી આરોપીઓએ બનાવટી ચલણી કેટલી નોટો બજારમાં વટાવી છે અને તેમની સાથે અન્ય કોણ કોણ શામેલ છે તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે…આરોપીઓ બનાવતી ચલણી નોટો વતાવવાનું કામ કેટલા સમયથી કરતા હતા તેની હકીમત મેળવવા પોલીસે આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે….
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com