રાજસ્થાનમાં ફુંકાઇ રહેલી ઝંઝાવાતી ધૂળભરી આંધી દિલ્હી પહોંચતાં દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક હદે પહોંચી ગયું છે અને દિલ્હીવાસીઓ માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ધૂળ અને આંધીના કારણે દિવસે પણ સૂર્ય ધૂંધળો દેખાઇ રહ્યો છે. દિલ્હીના સીમાડે આવેલ નોઇડામાં સ્થિતિ ઘણી ખરાબ છે. નોઇડામાં પીએમ-૧૦નું સ્તર ૧૧૩પ માઇક્રાે ગ્રામ પ્રતિ ઘન મીટર અને પીએમ-ર.પનું સ્તર ૪૪૪ પર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી ધૂળના ગોટેગોટા અને આંધી દિલ્હી પર છવાયેલ રહેશે. આંધીના કારણે હવાની ગુણવત્તા ખતરનાક સ્તરથી પણ નીચે ચાલી ગઇ છે. દિલ્હીમાં પીએમ-૧૦નું સ્તર ૯૮૧, પીએમ-ર.પનું સ્તર ર૦૦, ગાઝિયાબાદમાં પીએમ-૧૦નંુ સ્તર ૯રર અને પીએમ-ર.પનું સ્તર ૪પ૮ છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં હવામાન ખરાબ થવાનું કારણ ઇરાન અને દિક્ષણ અફઘાનિસ્તાન તરફથી રાજસ્થાન થઇને આવી રહેલી ધૂળભરી આંધી છે. આગામી ત્રણ દિવસમાં સમગ્ર દિલ્હી અને આસપાસના વિસ્તારો ધૂળિયા બની રહેશે. હવામાન વિભાગનું એવું પણ કહેવું છે કે ૧૬ જૂન બાદ દિલ્હીવાસીઓને ગરમી અને ધૂળની આંધીમાંથી રાહત મળી શકશે.