વહેલી સવારે વરસાદનુ આગમન, ગરમી માં મળી રાહતઃ અમદાવાદ

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાનું ગઈકાલે શરૂ થયું હતું. જે બીજા દિવસે પણ જારી રહ્યું હતું. અમદાવાદ સહિત ગુજરાતના અમદાવાદ, દાહોદ, ગાંધીનગર, પંચમહાલ સહિતના જિલ્લામાં તો ગીર સોમનાથ જિલ્લામાં વહેલી પરોઢે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વહેલી સવારે વરસાદને પગલે વાતાવરણ ઠંડું થયું હતું. લોકોને ગરમીમાં રાહત મળી હતી. તો વરસાદને પગલે આંબાવાડી વિસ્તારામાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું. હવામાન ખાતાએ આગામી બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે તેવી આગાહી કરી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com