પૃથ્વી નજીકના અંતરીક્ષમાં ‘આગનું વાવાઝોડું’, જાણો શું છે ખતરો

અમેરિકન અવકાશ સંસ્થા NASA સૂર્યથી છૂટી પડેલી બે વિશાળ જ્વાળાઓને રેકોર્ડ કરી છે. નાસાના વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે આ વિશાળ જ્વાળાઓના કારણે સોલાર સ્ટોર્મ ઉદભવ્યું છે. જે ભારતીય સમય પ્રમાણે બુધવારે રાત સુધીમાં ધરતીના ચુંબકીય ક્ષેત્ર સાથે ટકરાશે. જેના કારણે અનેકગણા ખરાબ પરીણામની વૈજ્ઞાનિકો ભીતિ સેવી રહ્યા છે.

સોલાર સ્ટોર્મ પૃથ્વના ચુંબકીય ક્ષેત્ર સાથે ટકરાવથી આ ક્ષેત્રોમાં ફરતા સેટેલાઇટ અને નવિગેશન સિસ્ટમ પ્રભાવિત થઈ શકે છે. તેટલું જ નહીં ઉંચાઇ પર ઉડતા કોમર્શિયલ ફ્લાઇટ્સને પણ તેની ખરાબ અસર થઈ શકે છે. GPS સીસ્ટમ અસ્તવ્યસ્ત થતા બીજા અનેક નુકસાન વેઠવા પડી શકે છે. તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જો સોલાર સ્ટોર્મ તેની પૂર્ણ તાકાત સાથે પૃથ્વી સાથે અથડાશે તો દુનિયાના અનેક વિસ્તારોની વીજળી પણ ગૂલ થઈ જઈ શકે છે.
સૂર્યના વાતાવરણમાં થતા જબરજસ્ત વિસ્ફોટોને સોલાર ફ્લેર્સ કહે છે. સોલાર ફ્લેર્સમાં સામાન્ય સૂર્ય કિરણો કરતા ખૂબ વધુ માત્રામાં રેડિએશન હોય છે. જેનાથી રેડિયો સિગ્નલ પ્રણાલી સંપૂર્ણપણે નષ્ટ થઈ શકે છે. તેમજ ચૂંબકિય ક્ષેત્રમાં પણ તેની વિપરિત અસર જોવા મળી શકે છે.

જ્યારે જ્યારે આવી ભયંકર સોલર ફ્લેર્સ પૃથ્વીના વાતાવરણ સાથે ટકરાય છે ત્યારે ત્યારે ભયંકર વાવાઝોડુ પેદા થાય છે જેને સોલાર સ્ટોર્મ કહે છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com