સમગ્ર યુરોપમાં ઈમર્જન્સીઃ બર્ફિલા વાવાઝોડું એમ્મા ત્રાટકતા હજારો લોકો ફસાયા

પૂર્વના ઠંડા પવનનો કારણે બ્રિટનમાં હાલ ચક્રવાત એમ્માનું જોખમ વધી રહ્યું છે. બ્રિટનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અંદાજિત 9,000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 144 કિમી/કલાકની ઝડપે આવેલા ચક્રવાતના કારણે અહીં 7 પૂર ચેતવણી જાહેર કરવામાં આવી છે. વેલ્સ અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 4,000 સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. ડર્બીશાયર અને કેન્ટ પોલીસને માત્ર 30 મિનિટમાં 5,000 ઇમરજન્સી કોલ્સ આવ્યા છે.

સબ-ઝીરો તાપમાન, આઇસ બ્લાસ્ટ્સ અને ભારેથી અતિભારે બરફવર્ષાની સ્થિતિના કારણે છેલ્લાં 24 કલાકથી રોડ પર પોતાના વાહનોમાં વાહનચાલકો અને એરપોર્ટ પર પેસેન્જર્સ ફસાયા છે. આજે સ્ટોર્મ એમ્મા ગઇકાલ કરતા વધારે તારાજી સર્જી શકે છે. છેલ્લાં 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે. પૂર, બ્લેક આઇસ અને ભારે બરફવર્ષાની આગાહી ઉપરાંત ગેસની અછતના કારણે દેશમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે.

હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, હમ્બર ઇસ્ટ્યુઅરી, વ્હીટલી બે અને ધ ટાઇન ઇસ્ટ્યુઅરી સહિત કોર્નવૉલના 3 લોકેશન પર ફ્લડ આવવાની શક્યતાઓ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 19 ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવી હતી. ચક્રવાત એમ્માના કારણે 112 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય ડાર્ટમૂર, એક્સમૂર અને સાઉથ ઇસ્ટ વેલ્સમાં 19 ઇંચ બરફ પડવાની શક્યતાઓ છે. એમ્માના કારણે વધુ સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતાઓને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

પ્લેમાઉથ દરિયાકિનારે રોયલ નેવી યુદ્ધ જહાજ પણ એમ્મા ચક્રવાતની લપેટમાં આવ્યું છે. બ્રિટિશ રોયલ નેવીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ફોટોઝ શેર કર્યા છે. રોયલ ફ્લિટ ઓક્ઝિલરી ટાઇડસ્પ્રિંગ જે બ્રિટનના સૌથી પાવરફૂલ વૉરશિપ એચએમએસ ક્વિન એલિઝાબેથના નૌકા કાફલાનું સહાયક જહાજ છે. આ જહાજ ગમે તેવા મજબૂત મોજા અને તાપમાનમાં પણ અડીખમ ઉભું રહી શકે છે.

ઠંડીના કારણે લંડન સેન્ટ્રલમાં આવેલ ફૂવારા થીજી જતા નયનરમ્ય દ્રશ્યો પણ સરજાયા હતા. તો બીજી તરફ પેરિસ એફિલ ટાવર અને તેની આસપાસનો વિસ્તાર પણ બરફની ચાદરથી ઢંકાઈ જતા પ્રવાસીઓમાં આટલી ઠંડી વચ્ચે પણ ઉત્સાહ જોવા મળી રહ્યાો છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com