જમ્મુ કાશ્મીરમાં અથડામણ : અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ, સેનાએ વિસ્તારને ઘેરી લીધો

0
103

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં રવિવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, અનંતનાગ જિલ્લાના બિજબેહરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેના દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ એન્કાઉન્ટરની માહિતી આપી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ચેકી દુડુ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અને સેના આ ઓપરેશનમાં લાગેલી છે, વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર અને પુલવામા જિલ્લામાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ સિવાય IED સાથે ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.

આ પહેલા ઓક્ટોબરમાં ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના જંગલોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આતંકીઓના ગોળીબારમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે.