મુંબઈ : ઇરફાન ખાન અને રાધિકા મદાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’નું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. ગીતનું શીર્ષક ‘એક જિંદગી’ છે. ગીતમાં ઇરફાન અને રાધિકાની ઈમોશનલ જર્ની જોવા મળે છે. ગીતમાં ફાધર-ડોટરના ખાસ પળો સારી રીતે બતાવવામાં આવ્યા છે. આ સાથે, ગીતમાં રાધિકાના લંડનમાં અભ્યાસને પણ બતાવવામાં આવ્યો છે.
ગીતમાં કરીના કપૂર ખાન અને ડિમ્પલ કાપડિયા પણ જોવા મળી રહ્યા છે. આ ગીત તનિષ્કા સંઘવી અને સચિન-જીગર દ્વારા ગાવામાં આવ્યું છે. તેનું સંગીત પણ સચિન-જીગરે આપ્યું છે. ગીતના શબ્દો જીગર સરૈયાએ લખ્યા છે.