મુંબઈ : બોલિવૂડ એક્ટર અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હવે તેની બીજી એક ટ્વીટ વાયરલ થઈ રહી છે. ‘અચ્છે દિન’ (સારા દિવસો) માટે ક્યારેક ખરાબ દિવસો સામે લડવું પડે છે !!. તેની ટ્વિટ પર ઘણી પ્રતિક્રિયા આવી રહી છે. તેની ટ્વીટની રાજનીતિ હાલના માહોલ સાથે જોડવામાં આવી રહી છે.
कभी कभी अच्छे दिनो के लिए
बुरे दिनो से लड़ना पड़ता है!! 🙂— Anupam Kher (@AnupamPKher) February 19, 2020
અનુપમ ખેરે દેશમાં ‘સ્વતંત્રતા’ ના નારાઓ પર જોરદાર હુમલો કરીને વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. આ વીડિયોમાં અનુપમ કહી રહ્યા છે કે મિત્રો, મને એક વાત સમજાતી નથી, જે લોકો આઝાદીના નારા લગાવે છે, તેઓ શું કહેવા માંગે છે, કેમ કે 15 ઓગસ્ટ, 1947 ના રોજ દેશ આઝાદ થયો હતો. આપણા પૂર્વજોએ તે માટે ઘણી લડત આપી છે. જો તમારે મનુવાદથી મુક્તિ, ભૂખથી મુક્તિ, જાતિવાદથી આઝાદી જોઈતી હોય તો તમારે તેના માટે કાર્ય કરવું પડશે. ઘણા લોકોએ કામ કર્યું. તમે સૂત્રોચ્ચાર કેમ કરો છો? તમને ઘરે બેઠા બેઠાં ખાવાનું નહીં મળે, તમારે કામ કરવું પડશે. લોકોએ 1947 થી 2020 સુધી દેશ માટે કામ કર્યું છે. તેઓ કઈ આઝાદીની શોધમાં છે? દેશ માટે કામ કરો, માત્ર નારાઓથી કંઈ થશે નહીં.’
आज़ाद भारत में अगर हमें किसी भी चीज़ से आज़ादी चाहिए तो उसके लिए हमें काम करना चाहिए। जो कि देश के करोड़ों युवा कर रहे हैं। अलग अलग फ़ील्डस में।देश को प्रगति की ओर ले जाने के लिए।नारों से जो आज़ादी प्राप्त करना चाहते हैं उनका देश के प्रति सिवाय नारों के और क्या योगदान है???? pic.twitter.com/Zchw6u4SIf
— Anupam Kher (@AnupamPKher) February 6, 2020